• બુધવાર, 15 મે, 2024

ગહેલોત-વસુંધરા સાથે જોવા મળ્યા  

રાજસ્થાનમાં ચૂંટણી પહેલાં રાજકીય હલચલ ; અટકળોની આંધી

જયપુર, તા.3 : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને રાજકીય હલચલ વધી છે. દરમિયાન રાજ્યના રાજકારણમાં ચકચાર મચાવતી તસવીર સામે આવી છે. ભાજપ વતી ચૂંટણી પ્રચારથી હાંસિયામાં રહેલા પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે મુખ્ય પ્રધાન અશોક ગહેલોત સાથે જોવા મળ્યા છે.

એક કાર્યક્રમમાં ગહેલોત અને વસુંધરા સાથે બેઠેલા હોય તેવી તસવીર સામે આવ્યા બાદ રાજસ્થાનના રાજકારણમાં અટકળોની આંધી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે વસુંધરા રાજે વખતે ભાજપના ચૂંટણી પ્રચારથી દૂર છે અને તેમણે પરિવર્તન યાત્રામાં પણ ભાગ લીધો નથી. સૂત્રો અનુસાર બન્ને નેતાઓ વચ્ચે મુકાલાત કોન્સ્ટીટયૂશન કલબ ઓફ રાજસ્થાનના ઉદ્ધઘાટન પ્રસંગે થઈ હતી. ચૂંટણીના બરાબર પહેલા તસ્વીરે ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં અસર ઉપજાવી છે.

રાજસ્થાનમાં વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આર યા પાર સમાન જંગ છે. વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે પરંતુ વસુંધરા રાજે સક્રિય જોવા મળ્યા નથી.