• બુધવાર, 15 મે, 2024

ભૂસ્ખલન પહેલા જીઓલોજિકલ મૂવમેન્ટ શોધી શકાશે  

વાડિયા ઈન્સ્ટિટયૂટનો મોટો દાવો

નવી દિલ્હી, તા.16: ફેબ્રુઆરી 2021માં, ચમોલીની ઋષિ ગંગામાં સાડા પાંચ હજાર મીટરની ઉંચાઈથી આવેલા ખડક અને બરફના પતનથી માત્ર નીચલા વિસ્તારોમાં વિનાશ નહીં પરંતુ 200થી વધુ લોકોના જીવ પણ લીધા. દુર્ઘટનાના અઢી વર્ષ બાદ વાડિયા ઈન્સ્ટિટયૂટે મોટો ઘટસ્ફોટ કર્યો છે. વાડિયા ઈન્સ્ટિટયૂટનું કહેવું છે કે, ખડક પડવાના ઘણા સમય પહેલા સમગ્ર વિસ્તારમાં ભૂસ્તરશાત્રીય હિલચાલ શરૂ થઈ ગઈ હતી. ટ્રિગર સાઈટથી લગભગ 12 કિલોમીટર દૂર તપોવન ખાતે સ્થાપિત વાડિયાના બ્ર્રોડબેન્ડ સિસ્મોમીટરે ઘટનાના ત્રણ કલાક પહેલા સિગ્નલ રેકોર્ડ કર્યા હતા.

વાડિયા ઈન્સ્ટિટયૂટના ડાયરેક્ટર કાલાચંદ સાઈએ કહ્યું કે, જો રિયલ ટાઈમ મોનિટરિંગની વ્યવસ્થા હોત તો ઋષિ ગંગામાં સર્જાયેલી દુર્ઘટનામાંથી જીવ બચાવી શકાયા હોત. કાલાચંદ સાઈ કહે છે કે, માત્ર હિમાચલ પ્રદેશમાં સમાન ઉચ્ચ ક્ષમતાના બ્રોડબેન્ડ સિસ્મોમીટર્સ ઈન્સ્ટોલ કરીને ભૂસ્તખલન, ભૂકંપ અને હિમપ્રપાતની પ્રારંભિક ચેતવણી પ્રણાલી વિકસાવી શકાય છે. વાડિયા ઈન્સ્ટિટયૂટના ડાયરેક્ટર કાલાચંદ સાઈના જણાવ્યા અનુસાર માટે પહલા સંવેદનશીલ વિસ્તારોનું મેપિંગ કરવું જોઈએ. વાડિયા સંસ્થાએ નૈનીતાલ, મસૂરી, ધૌલી ગંગા અને ભાગીરથી કેચમેન્ટ વિસ્તારો માટે પણ આવા મેપિંગ વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો