• બુધવાર, 15 મે, 2024

બીજી અૉક્ટોબરથી દેશભરમાં `ઇન્ડિયા'નો મોટો કાર્યક્રમ  

નીતિશકુમારનું એલાન : બેઠકો વહેંચણી આ મહિને ફાઇનલ 

પટણા, તા. 2 : વિપક્ષોના મહાગઠબંધન `ઇન્ડિયા'ની મુંબઈ ખાતે ત્રીજી બેઠક પૂર્ણ થયા બાદ બિહારના  મુખ્ય પ્રધાન નીતિશકુમાર ઉત્સાહિત છે. તેમણે એલાન કર્યું કે ર ઓક્ટોબરથી દેશભરમાં ઇન્ડિયાનો મોટો કાર્યક્રમ યોજાશે. તેમણે કહ્યં કે બેઠકોની વહેંચણી અંગે પરસ્પર વાતચીત થઈ ચૂકી છે. આ મહિને જ બધું ફાઇનલ થઈ જશે.

શનિવારે પટણા ખાતે એક કાર્યક્રમમાં સામેલ થયેલા નીતિશે કહ્યં કે જેમ જેમ ગઠબંધન મજબૂત બની રહ્યંy છે, ભાજપની બેચેની વધી છે. ચૂંટણી વહેલી કરાવવા તૈયારી ચાલી રહી છે. ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે કોઈ સમસ્યા નથી. સૌ એકજૂટ થઈને આગળ વધશે.