• શુક્રવાર, 17 મે, 2024

ડીએમકેની કૉંગ્રેસ સહિત 7 દળો સાથે ડીલ  

તામિલનાડુમાં અંતે ગઠબંધન

નવી દિલ્હી, તા. 9 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે દક્ષિણમાં ડીએમકે સાથે બેઠકોની વહેંચણી અંગે સમજૂતી કરી છે. ડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધનમાં 7 દળો જોડાઈ ગયા છે.  કોંગ્રેસમાંથી મોટાપાયે હિજરત વચ્ચે તમિલનાડુમાં કોંગ્રેસ માટે ગઠબંધન કરવામાં ભારે વિલંબ થયો હતો. અંતે 6 દળ જોડાઈ ગયા બાદ કોંગ્રેસે બેઠકોની વહેંચણી મામલે વાટાઘાટ સફળ રીતે પાર પાડી હતી. સ્ટાલિને સહયોગીઓને એકજૂટ કર્યા છે. તમિલનાડુમાં કોંગ્રેસને 1 બેઠક મળ્યાનું કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ શનિવારે મોડેથી જણાવ્યું હતું. કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે થયેલી ડીલની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

તમિલનાડુમાં સત્તારુઢ ડીએમકે અંતે કોંગ્રેસ, વીસીકે અને એમડીએમકે સહિત કુલ 7 દળ સાથે બેઠકોની વહેંચણી અંગે ડીલ ફાઇનલ કરી છે. દળો સાથે સમજૂતી 019ની ફોર્મ્યુલા હેઠળ કરાઈ છે. જેમાં ગત વખતની જેમ 9 બેઠક આપવામાં આવી છે. ડીએમકેની મુખ્ય સહયોગી પાર્ટી કોંગ્રેસ સાથે 10 બેઠકોનું ગઠબંધન કરાયું છે.

પૂર્વ ચૂંટણીમાં કોંગ્રેસે 9માંથી 8 અને ગઠબંધને કુલ 39માંથી 38 બેઠક જીતી હતી. વીસીકે (વિદુથલાઈ ચિરુથિગલ કાચી) પાર્ટીને બે બેઠક આપવામાં આવી છે જે બન્ને અનામત છે. વાયકોની આગેવાની હેઠળની એમડીએમકેને એક બેઠક ફાળવાઈ છે.