• ગુરુવાર, 16 મે, 2024

પોરબંદરમાં પકડાયું આઈએસ-કેનું નેટવર્ક  

ગુજરાત એટીએસ દ્વારા સુરતની મહિલા અને ત્રણ કાશ્મીરી શંકાસ્પદની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

પોરબંદર/અમદાવાદ તા. 10:  ગુજરાતની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે એક અત્યંત ગુપ્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરમાંથી આઈએસઆઈએસની દુપ્રવૃત્તિઓ પરથી પડદો ઊંચક્યો છે. ખતરનાક આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઈએસકેપી) સાથે સંકળાયેલી ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. જેમાંના ત્રણ શખસ કાશ્મિરના છે અને એક મહિલા સુરતની છે. સુરતના અન્ય એક રહેવાસીની શોધ એટીએસને છે. એક તરફ અમદાવાદમાં 20મી જૂન, અષાઢી બીજની રથયાત્રાની તૈયારી ચાલી રહી છે ત્યારે આટલા મોટા સંગઠનના માણસો પોરબંદરમાંથી જ ઝડપાય તે ઘણી જ ગંભીર બાબત છે. પોરબંદર કે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ડ્રગ્સ, શત્રો ઉતર્યાની ઘટનાઓ તો ઈતિહાસમાં દર્જ છે.