• બુધવાર, 15 મે, 2024

તેલીબિયાં ખોળની નિકાસ 30 ટકા વધી

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : તેલીબિયાં ખોળની નિકાસ એપ્રિલથી અૉક્ટોબર 2023 દરમિયાન સાત મહિનાના સમયગાળામાં 30 ટકા વધીને 25,66,051 ટન થઇ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 19,75,496 ટન થઈ હતી.

આ સમયગાળામાં સોયાબીન ખોળની નિકાસ 1,61,534 ટનથી 317 ટકા વધીને 6,73,910 ટન થઈ છે.

સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (એસઆઈએ)ના રિપોર્ટ મુજબ અૉક્ટોબર 2023માં તેલીબિયાં ખોળની નિકાસ 36 ટકા વધીને 2,89,931 ટન થઈ છે, જે ગયા વર્ષે આ મહિનામાં 2,13,153 ટન થઇ હતી. સોયાબીન ખોળ અને રાયડા ખોળની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

સોયાબીન ખોળની નિકાસ 40,196 ટનથી 116 ટકા વધીને 87,060 ટન અને રાયડા ખોળની નિકાસ 98,571 ટનથી 72 ટકા વધીને 1,69,422 ટન થઈ છે.

સાઉથ ઈસ્ટ એશિયામાં સોયાખોળની મોટા પાયે નિકાસ થાય છે.