• બુધવાર, 15 મે, 2024

આયુર્વેદમાં યોગદાન બદલ મુંબઈના પાંચ વૈદ્યોને એવૉર્ડથી નવાજવામાં આવ્યા  

મુંબઈ, તા. 11 : શહેરના પાંચ અગ્રગણ્ય વૈદ્યો કે આયુર્વેદની પ્રેક્ટિસ કરનારા ડૉક્ટરોને આયુર્વેદની વૃદ્ધિ અને તેના ઉત્તેઁજનમાં અસાધારણ યોગદાન બદલ શુક્રવારે `રાષ્ટ્રીય આયુર્વેદ દિન' નિમિત્તે એવૉર્ડ આપવામાં આવ્યો હતો. વૈદ્ય આલમના ઘણા યુવાન ડૉક્ટરો કોવિડ-19ના પડકારરૂપ સમય દરમિયાન દર્દીઓની સારવાર અને તેમને માર્ગદર્શન આપવામાં વ્યસ્ત રહ્યા હતા, એમ ડૉક્ટરોને એવૉર્ડ આપનારી સાંડુ ફાર્માસ્યુટિકલ્સના શશાંક સાંડુએ જણાવ્યું હતું. 

ડૉ. ગૌરી બોરકર, ડૉ. વિષ્ણુ બવાને, ડૉ. મહેશ્વર વૈદ્ય, ડૉ. નિલેશ લોંઘે અને ડૉ. સંપદા સંતને આ એવૉર્ડ આપવામાં આવ્યા હતા. શુક્રવારે આયુર્વેદના દેવતા સમાન શ્રી ધન્વંતરિનો જન્મ દિવસ હતો અને તેમના માનમાં પરંપરાગત રીતે પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.