• મંગળવાર, 14 મે, 2024

એનસીપીમાં ભંગાણ બાદ શરદ પવારનું `િમશન મહારાષ્ટ્ર'

મુંબઈ, તા. 8 : શિવસેના બાદ એનસીપીમાં ભંગાણ બાદ પક્ષપ્રમુખ શરદ પવાર ફરી એકવાર પોતાનો પક્ષ મજબૂત કરવા માટે `િમશન મહારાષ્ટ્ર' પર કામ શરૂ કર્યું છે. ભત્રીજા અજિત પવાર બળવો કરીને આઠ વિધાનસભ્યો સાથે મળીને સત્તામાં સહભાગી થયા બાદ શરદ પવાર પક્ષ અને પક્ષના અસ્તિત્વને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. 

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પવાર રાજ્યભરમાં તેઓ શક્તિપ્રદર્શન કરીને પક્ષને ફરી ઊભો કરવાનો દાવો કરી રહેલા પવારસાહેબે શનિવારે નાસિકમાં ભવ્ય રૅલીનું આયોજન કર્યું હતું. નાસિકમાં તેમણે એનસીપીના બળવાખોર નેતા અને કૅબિનેટના નવનિયુક્ત પ્રધાન છગન ભુજબળના ગઢમાં કાર્યકર્તાઓનું સંબોધન કર્યું હતું. બાદમાં તેઓ પુણે, સોલાપુર અને વિદર્ભમાં રૅલી કરશે.

મુંબઈ-થાણે બોર્ડર પર સાહેબનું સ્વાગત કરવા ભેગા થયા કાર્યકર્તા

છગન ભુજબળનો ગઢ માનવામાં આવતાં નાસિકના યેવલામાં એનસીપી પ્રમુખ શરદ પવારે શનિવારે રૅલીનું આયોજન કર્યું હતું ત્યારે બપોરના સમયે મુંબઈ-થાણે બોર્ડર પર પક્ષના કાર્યકર્તાઓએ ઢોલ-નગારાં વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અજિત પવારે એનસીપી પર પોતાનો દાવો કર્યા બાદ શરદ પવાર એક્શન મોડમાં આવી ગયા હોવાથી ચૂંટણીપંચ કોના પક્ષમાં નિર્ણય લેશે તે જોવું રહ્યું.

ન ટાયર્ડ હું, ન રિટાયર્ડ હું : પવાર

અજિત પવારે સક્રિય રાજકારણમાંથી સેવાનિવૃત્ત થવા સંબંધિત સલાહ પર કટાક્ષ કરતાં શરદ પવારે નાસિકની રૅલી દરમિયાન જણાવ્યું હતું કે, શું તમે જાણો છો મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર કેટલી હતી? હું વડા પ્રધાન કે કોઈ પ્રધાન બનવા નથી ઇચ્છતો, મારે લોકોની સેવા કરવી છે બસ.

રૅલી દરમિયાન પવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અટલ બિહારી વાજપેયીના વાક્ય ઉચ્ચારતાં કહ્યું હતું કે, ન ટાયર્ડ હું, ન રિટાયર્ડ હું. મને નિવૃત્ત થવાની સલાહ આપનારા એ છે કોણ? હું હજુ પણ કામ કરી શકું છું. અજિત પવાર કહે છે કે હું શરદ પવારનો દીકરો નથી એટલે પક્ષના કાર્યકારી પ્રમુખની જવાબદારી મને સોંપવાને બદલે તેમની દીકરી સુપ્રિયાને સોંપી હતી. હું કહું છું કે મારો આ જ ઇરાદો હોત તો જ્યારે અજિતને પ્રધાનપદ સોંપવામાં આવ્યું તે વખતે હું સુપ્રિયાને પ્રધાનપદ આપી શક્યો હોત.

સાહેબે 44 વિધાનસભ્યોને પોતે ફોન કર્યો

એનસીપી પ્રમુખ શરદ પવારે પક્ષના તમામ 44 વિધાનસભ્યોનો વ્યક્તિગત રીતે સંપર્ક સાધ્યો હતો ત્યારે વિધાનસભ્યોએ શરદ પવાર સાથે હોવાનો દાવો કર્યો હતો. એનસીપીમાં 53 વિધાનસભ્યો છે ત્યારે નવ વિધાનસભ્યોએ બળવાખોરી કરી હોવાથી શરદ પવારે તેમને ફોન કર્યો નહોતો. સૂત્રોના જણાવ્યાનુસાર હાલમાં શરદ પવાર પાસે ફક્ત 19 વિધાનસભ્યો છે. જોકે, બીજી તરફ અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે પક્ષના 43 જેટલા વિધાનસભ્યેએ અજિત પવારના સમર્થનમાં એફિડેવિટ પર હસ્તાક્ષર કર્યા હોવાનો દાવો કર્યા બાદ શરદ પવારે જણાવ્યું હતું ક ટૂંક સમયમાં સત્ય સામે આવી જશે.