• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

આઈપીએલ અૉક્શનમાં કરોડોની બેઝ પ્રાઈસ સાથે સામેલ 61 ખેલાડી

19 ડિસેમ્બરે લાગશે બોલી : ટ્રેવિસ હેડ, પેટ કમિંસ વગેરે 2 કરોડના બ્રેકેટમાં

નવી દિલ્હી, તા. 2 : વિશ્વકપમાં જીતના નાયક રહેલા ટ્રેવિસ હેડ, પેટ કંિમંસ અને મિશેલ સ્ટાર્કે 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થનારી આઈપીએલ નીલામી માટે પોતાના બેઝ પ્રાઈસને બે કરોડ રૂપિયાના ઉચ્ચ બ્રેકેટમાં રાખી છે. આ બ્રેકેટમાં ભારતીય ટીમમાંથી બહાર થયેલો બોલર હર્ષલ પટેલ અને ઉમેશ યાદવ સાથે બેટ્સમેન કેદાર જાધવ પણ સામેલ છે.ફ્રેન્ચાઈઝીને 1166 ખેલાડીઓની યાદી મોકલવામાં આવી છે. જેઓએ નીલામી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

તમામ ટીમો મળીને મિનિ નીલામીમાં 77 ખેલાડીઓ ઉપર સફળ બોલી લગાડી શકશે. જેમાંથી 30 વિદેશી ખેલાડી હશે. આ નીલામીમાં ફ્રેન્ચાઈઝી ટીમો 262.95 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. વિશ્વકપ દરમિયાન પોતાની બેટિંગથી ચોંકાવનારા ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. જોકે રચિન માટે મોટી બોલી લાગવાની સંભાવના છે. ભારત સામે ટી20માં  પોતાની પહેલી સદી કરનારા જોઈ ઈંગ્લીશ, ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઝડપી બોલર જોશ હેઝલવુડ શીર્ષ બ્રેકેટમાં સામેલ છે. દક્ષિણ આફ્રિકાનો બોલર ગેરાલ્ડ કોએત્ઝી અને રાસી વાન ડેર ડસન પણ બે કરોડના બ્રેકેટમાં છે. દુનિયાના શીર્ષ સ્પીનરમાં સામેલ વાનિંદુ હસરંગા 1.5 કરોડના બ્રેકેટમાં છે. હસરંગાને આરસીબી તરફથી રિલિઝ કરવામાં આવ્યો છે. 

બેઝ પ્રાઈસ 2 કરોડ : હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેદાર જાધવ, મુજીબ ઉર રહેમાન, સીન એબોટ, પેટ કમિંસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, મુસ્તફિઝુર રહેમાન, ટોમ બેંટન, હેરી બ્રુક, બેન ડકેટ, જેમી ઓવરટન, આદિલ રાશિદ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, લોકી ફર્ગ્યુસન, ગેરાલ્ડ કોએત્ઝી, રિલે રોસોવ, રાસી વાન ડેર ડસન, એન્જેલો મેથ્યુઝ બેઝ પ્રાઈસ 1.5 કરોડ : મોહમ્મદ નબી, મોઈજેસ હેનરીક્સ, ક્રિસ લિન, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, ડેનિયલ વોરોલ, ટોમ કુરેન, મર્ચેન્ટ ડી લેંગ, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ટાઈમલ મિલ્સ, ફિલ સાલ્ટ, કોરી એન્ડરસન, કોલિન મુનરો, જિમી નિશમ, ટિમ સાઉથી, કોલિન ઈનગ્રામ, વાનિંદુ હસરંગા, જેસન હોલ્ડર, શેરફેન રદરફોર્ડ

બેઝ પ્રાઈસ 1 કરોડ : એશ્ટન એગર, રિલે મેરેડિથ, ડીઆર્સી શોર્ટ, એશ્ટન ટર્નર, ગસ એટાકિંસન, સેમ બિલિંગ્સ, માઈકલ બ્રેસવેલ, માર્ટિન ગપ્ટીલ, કાઈલ જેમિસન, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, વેન પાર્નેલ, ડવેન પ્રિટોરિયસ, અલ્જારી જોસેફ, રોવમેન પોવેલ, ડેવિડ વિસે.