• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ચૅમ્પિયન બનવા ભારતને તોડવો પડશે 121 વર્ષ જૂનો રેકોર્ડ  

ઓવલના મેદાનમાં સૌથી વધુ 263 રનનો સ્કોર 1902માં ચેઝ થયો છે 

લંડન, તા. 10 : આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની ટીમે ચાર વિકેટે 123 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ત્રીજા દિવસના અંતે માર્નસ લાબુશેન અને કેમરન ગ્રીન સાત રને નોટઆઉટ રહ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર 296 રનની લીડ બનાવી લીધી હતી. 

મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ મજબૂત પકડ બનાવી લીધી છે. તેવામાં ભારતીય ટીમને જીત મેળવવી હોય તો 121 વર્ષ જૂનો રેકોર્ડ તોડવો પડશે. ડબલ્યુટીસી ફાઇનલ મુકાબલો લંડનના ઓવલ મેદાનમાં રમવામાં આવી રહ્યો છે. આ મેદાનનો રેકોર્ડ છે કે ટેસ્ટ મેચમાં સૌથી મોટો ટાર્ગેટ 263 રનનો જ ચેઝ થયો છે. આ ટાર્ગેટ આજથી 121 વર્ષ પહેલા એટલે કે 1902માં ચેઝ થયો હતો ત્યારે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક વિકેટે હરાવ્યું હતું. ત્યારથી અત્યારસુધીમાં ઓવલના મેદાનમાં 263થી વધારે રન ચેઝ થઈ શક્યા નથી. તેવામાં જો આ વખતે ભારતીય ટીમને ચેમ્પિયનશિપ જીતવી હોય તો 121 વર્ષ જૂનો રેકોર્ડ તોડવો પડશે. 121 વર્ષ ખૂબ લાંબો સમય છે. આ દરમિયાન પીચમાં ઘણા બદલાવ આવ્યા છે તેમજ ઈનિંગમાં કોહલી, શુભમન ગીલ, રોહિત શર્મા અને રહાણે જેવા બેટ્સમેન ફોર્મ પકડે તો રેકોર્ડ તૂટી પણ શકે છે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.