• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
સાનિયા મિર્ઝા ટેનિસને અલવિદા કરશે  
|

ફેબ્રુઆરીમાં દુબઈ અૉપનમાં રમીને નિવૃત્તિ 

નવી દિલ્હી, તા.7 : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દુબઈ ડયૂટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ બાદ ટેનિસને અલવિદા કહી દેશે. દુબઈ ડયૂટી ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટ આગામી મહિને રમાશે. હકીકતમાં, 36 વર્ષિય સાનિયા મિર્ઝા ગત વર્ષે અમેરિકી ઓપનના બાદ પ્રોફેશનલ્સ ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. પણ ઈજાના કારણ તે આ ટૂર્નામેન્ટ રમી શકી નહોતી. જે બાદ તેણે પોતાની નિવૃત્તિની જાહેરાતનો નિર્ણય બદલ્યો હતો. સાનિયા મિર્ઝાનું ટેનિસ કરિયર શાનદાર રહ્યું છે. આ ખેલાડીએ ટેનિસ કોર્ટ પર કેટલાય ખિતાબ પોતાના નામે કર્યા છે.

સોનિયા મિર્ઝાના કરિયરની વાત કરીએ તો, આ ભારતીય ટેનિસ સ્ટારે પ્રોફેશનલ્સ કરિયરમાં છ ગ્રાંડસ્લેમ ચેમ્પિયનશીપ જીતી છે. સાનિયા મિર્ઝાએ 3 વાર ડબલ્સ અને 3 વાર મિકસ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ મહિને ઓસ્ટ્રેલિયા ઓપનમાં સાનિયા મિર્ઝા કઝાકિસ્તાનની પોતાની જોડીદાર અન્ના ડાનિલિયાની સાથે કોર્ટ પર જોવા મળશે. અહિં ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝા છેલ્લા 10 વર્ષથી દુબઈમાં રહે છે. દુબઈમાં સાનિયા મિર્ઝાના ખુબ ચાહકો છે. આવી રીતે સાનિયા મિર્ઝા પોતાના ફેન્સ વચ્ચે ટેનિસ કરિયરને અલવિદા કહેશે.

ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતાં. આ ઉપરાંત હાલના દિવસોમાં સાનિયા મિર્ઝાએ પાતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરા ઈઝહાન સાથે ફોટો શેર કર્યો છે અને લોકોને 2023ના નવા વર્ષની શુભકામનાઓ આપી છે.