18મી સપ્ટેમ્બરે રિઝર્વ ડે : રિઝર્વ ડે પણ વરસાદને કારણે ધોવાઈ જશે તો બન્ને ટીમ સંયુક્ત વિજેતા
નવી દિલ્હી, તા. 16: એશિયા કપ 2023નો ફાઇનલ 17 સપ્ટેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના કેઆર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. મેચનું આયોજન ભારતીય સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યે થશે જ્યારે દર્શકો ડીઝની હોટસ્ટાર એપ અને ડીડી સ્પોર્ટ્સ ઉપર મેચ ફ્રીમાં જોઈ શકશે. ભારતને બંગલાદેશ સામે 15 સપ્ટેમ્બરના મેચમાં છ રને હાર મળી હતી જ્યારે શ્રીલંકાએ સુપર ફોર મેચમાં પાકિસ્તાનને બે વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેવામાં હવે 17 સપ્ટેમ્બરે ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં વરસાદ પડશે તો 18મી સપ્ટેમ્બરના રોજ રિઝર્વ ડે રાખવામાં
આવ્યો છે.
રોહિત શર્માની આગેવાનીની ભારતીય ટીમ કોલંબોમાં થનારા એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે પ્રબળ દાવેદાર છે. ટીમ ઇન્ડિયા પાંચ વર્ષથી મલ્ટિનેશનલ ટૂર્નામેન્ટ જીતી શકી નથી. તેવામાં એશિયા કપ જીતીને ટૂર્નામેન્ટના દુષ્કાળને પૂરો કરવા માગશે. અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હોવાથી. તેની જગ્યાએ બેકઅપ તરીકે વોશિંગ્ટન સુંદરને બોલાવવામાં આવ્યો છે જ્યારે શ્રીલંકાનો મુખ્ય સ્પીનર મહીશ તીક્ષ્ણા પણ ઈજાનાં કારણે બહાર થયો છે.
હવે ફાઇનલમાં રોહિત એન્ડ કંપની અને