• બુધવાર, 22 માર્ચ, 2023
રોહિત શર્માની વાપસીથી કોઈ એક ખેલાડી થશે બહાર  
|

સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનમાંથી એકને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાશે નહીં

નવી દિલ્હી, તા. 18 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો વનડે મુકાબલો 19મી માર્ચના રવિવારના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે. પહેલા વન ડે મુકાબલામાં ભારતીય ટીમને પાંચ વિકેટે શાનદાર જીત મેળવી લીધી છે. જેનાં કારણે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. બીજો વનડે મુકાબલો ભારતીય સમય અનુસાર  બપોરે 1.30 વાગ્યે થશે. 

બીજા વનડે મુકાબલામાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન ઉપર તમામની નજર રહેશે. ભારતીય ટીમમાં એક બદલાવ તો નક્કી જ છે કારણ કે, કેપ્ટન રોહિત શર્મા બીજા વનડે માટે ટીમમાં સામેલ થવા જઈ રહ્યો છે. રોહિત પારિવારિક કારણોસર પહેલા વનડેમાંર મી શક્યો નહોતો અને તેની ગેરહાજરીમાં હાર્દિક પંડયાએ ટીમની કમાન સંભાળી હતી. રોહિતની વાપસી થતા હવે કોઈ એક ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવશે. 

એવું લાગી રહ્યું છે કે પ્લેઇંગ ઇલેવનમાંથી સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનને બહાર કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે સૂર્યકુમાર યાદવને બહાર કરવાની સંભાવના વધારે છે કારણ કે, તે વનડેમાં સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. આમ પણ ઈશાન કિશન મીડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે કુશળ છે અને તેણે થોડા મહિના પહેલા વન ડેમાં બેવડી સદી પણ કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમાર યાદવ પહેલા વન ડેમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો અને પહેલા જ બોલમાં એલબીડબલ્યુ થયો હતો. ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશનનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. તે પણ ત્રણ રનના અંગત સ્કોરે આઉટ થઈને પેવેઍિલયન પરત ફરી ગયો હતો.

સૂર્યકુમાર યાદવે ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પણ વન ડે ફોર્મેટ ખાસ રહ્યું નથી. સૂર્યાએ અત્યારસુધીમાં 21 વન ડે મેચમાં 27.06ની સરેરાશથી 433 રન જ કર્યા છે. આ દરમિયાન બે અર્ધસદી કરી છે. છેલ્લી 10 ઇનિંગમાં સૂર્યકુમાર યાદવ માત્ર ચાર વખત બે અંક સુધી પહોંચી શક્યો છે.

હેડલાઇન્સ