• બુધવાર, 22 માર્ચ, 2023
ગુજરાત જાયટન્સ સામે મુંબઈના 207 રન
|

મહિલા આઈપીએલનો આરંભ

હરમનપ્રીત કૌરના ધુંઆધાર 65 રન : સ્નેહ રાણાને બે વિકેટ

મુંબઈ, તા. 4 : મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આજથી મહિલા પ્રીમિયર લીગની શરૂઆત થઈ ચુકી છે. જેના પહેલા મેચમાં ગુજરાત જાયટન્સ અને મુંબઈ ઈન્ડિયનની ટીમ આમનેસામને આવી હતી. મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. ટોસ હારીને બેટિંગમાં આવેલી મુંબઈની ટીમે નિયત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 207 રન કર્યા હતા.

મુંબઈની પહેલી વિકેટ માત્ર 15 રનના સ્કોરે પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જો કે બાદમાં હાયલી મેથ્યુએ 31 બોલમાં 47 રન કરીને ઝડપી શરૂઆત અપાવી હતી. મેથ્યુએ પોતાની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે હરમનપ્રીત કૌરે માત્ર 30 બોલમાં 14 ચોગ્ગા ફટકારીને 65 રન કર્યા હતા. આ ઉપરાંત અમિલિયા કેરે 24 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 45 રન કર્યા હતા. જેની મદદથી મુંબઈની ટીમ 207 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. ગુજરાતે મેચમાં કુલ સાત બોલરને બોલિંગ કરાવી હતી. જેમાંથી સ્નેહ રાણાને બે વિકેટ મળી હતી.

હેડલાઇન્સ