• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

સચીને પેરા ક્રિકેટ ટીમના કૅપ્ટન સાથે મુલાકાત કરી  

ભારતનો મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પોતાના પરિવાર સાથે કાશ્મીરમાં છે. સચિને સોશિયલ મીડિયા ઉપર પોતાની ટ્રીપની અલગ અલગ તસવીરો શેર કરી છે. સચિને દરમિયાન એક બેટ બનાવતી ફેક્ટરીની મુલાકાત કરી હતી અને સડક ઉપર ગલી ક્રિકેટની મજા માણી હતી. હવે સચિન જમ્મુ કાશ્મીર પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિર હુસૈનની મુલાકાત કરી છે. મુલાકાતમાં સચિને આમિરને પોતાની સાઈન સાથેનું બેટ ગિફ્ટ કર્યું હતું. સચિને મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો હતો. સચિને તેમાં આમીર વિશે વાત કરી હતી. આમીર આઠ વર્ષનો હતો ત્યારે અકસ્માત થયો હતો. મીલમાં એક દુર્ઘટના દરમિયાન આમીરે બન્ને હાથ ગુમાવી દીધા હતા.  

 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.