• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

યશસ્વીએ ઈંગ્લૅન્ડ સામે 600 રન કરી બનાવ્યો રેકોર્ડ  

ઈંગ્લૅન્ડ સામે એક શ્રેણીમાં 600થી વધુ રન કરનારો પહેલો ડાબેરી બૅટ્સમૅન બન્યો

નવી દિલ્હી, તા. 24 : શાનદાર ફોર્મમાં રહેલા ઓપનિંગ બેટસમેન યશસ્વી જયસ્વાલએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વધુ એક ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી છે. યશસ્વીએ રાંચીમા રમાયેલા ચોથા ટેસ્ટ મેચમાં પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. શનિવારે તેણે પહેલી ઈનિંગમાં 117 બોલમાં 73 રન કર્યા હતા. તેણે ઈનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. યશસ્વીએ પોતાની ઈનિંગ દરમિયાન એવો રેકોર્ડ બનાવ્યો છે જે ગાંગુલી અને ગંભીર જેવા દિગ્ગજો પણ કરી શક્યા નથી. યશસ્વી એક ટેસ્ટ શ્રેણીમાં 600 રન બનાવનારો ભારતનો પહેલો ડાબેરી ખેલાડી બન્યો છે. 

યશસવીએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની શ્રેણીમાં અત્યારસુધીમાં 618 રન કર્યા છે. તેણે વિશાખાપટ્ટનમ, રાજકોટમાં બેવડી સદી કરી હતી અને હૈદરાબાદમાં 80 રની ઈનિંગ રમી હતી. યશસ્વી બાદ એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કરનારો ડાબેરી ખેલાડી ગાંગુલી છે. ગાંગુલીએ 2007મા પાકિસ્તાન વિરુદ્ધ શ્રેણીમાં 534 રન કર્યા હતા. ગંભીર યાદીમાં ત્રીજા ક્રમાંકે છે. જેણે 2008મા ઓસ્ટ્રેલિયા સામે 463 રન કર્યા હતા. યશસ્વી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 600 રન કરનારો ત્રીજા ભારતીય ખેલાડી છે. પહેલા વિરાટ કોહલી અને દ્રવિડ કમાલ કરી ચુક્યા છે. કોહલીએ 2017-18મા 610 અને 2016-17મા 655 રન કર્યા હતા. જ્યારે દ્રવિડે 2002મા ઈંગ્લેન્ડ શ્રેણીમાં 602 રન કર્યા હતા.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.