• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

સહેવાગનો 16 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત

યશસ્વીએ એક કેલેન્ડર યરમાં સૌથી વધારે સિક્સ ફટકારી

રાંચી, તા. 24 : રાંચીમાં રમાય રહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચમાં શનિવારે બીજા દિવસે યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે પહેલી ઇનિંગમા 117 બોલનો સામનો કરતા 73 રન કર્યા હતા. જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. યશસ્વીએ અર્ધસદી સાથે એક મોટો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે ટેસ્ટ સિક્સ ફટકારનારો બેટ્સમેન બન્યો છે. સાથે યશસ્વીએ 16 વર્ષ જૂનો સહેવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

યશસ્વીએ સ્પિનર શોએબ બશીરની ઓવરમાં એકમાત્ર સિક્સ ફટકારી હતી. સાથે સહેવાગને પાછળ છોડી દીધો હતો. યશસ્વી એક કેલેન્ડર યરમાં કુલ 23 છગ્ગા ફટકારી ચૂક્યો હતો. તેણે 2024ના પાંચમા ટેસ્ટ મેચમાં તેણે કમાલ કરી છે. સહેવાગે 2008મા 14 મેચ અને 27 ઇનિંગમાં 22 સિક્સ મારીને રેકોર્ડ બનાવ્યો હતો. યાદીમાં ત્રીજા નંબરે ઋષભ પંત છે. જેનાં નામે 21 સિક્સ છે. યશસ્વી જયસ્વાલ એક ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધારે સિકસ ફટકારનારો ભારતીય બેટ્સમેન પણ છે. તેણે ત્રીજા ટેસ્ટ મેચમાં 12 સિક્સ સાથે રેકોર્ડ બનાવ્યો હતો. સાથે તે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સર્વાધિક રન પણ કર્યા છે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.