• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

શોએબ મલિકે પાક અભિનેત્રી સાથે કર્યા નિકાહ  

સાનિયાના પિતા ઈમરાન મિર્જાએ કહ્યું, સાનિયાએ અલગ થવાનો નિર્ણય લીધો હતો

નવી દિલ્હી, તા. 20 : પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ફરીથી લગ્ન કરી લીધા છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને નવી જીવનસાથી બનાવી છે. શોએબે નિકાહની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી તેણે એક અંગત સમારોહમાં નિકાહ કર્યા હતા. સાનિયા મિર્ઝા અને શોએબ વચ્ચે છેલ્લા અમુક દિવસોથી તલાકને લઈને અફવા સામે આવી હતી. હવે નિકાહની તસવીરો સામે આવતા અફવા ઉપર વિરામ લાગ્યું છે.

શોએબ મલિકના ત્રીજા લગ્ન અંગે સાનિયા મિર્જાના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. સાનિયાના પિતા ઈમરાન મિર્જાએ કહ્યું હતું કે એક `ખુલા' હતી. ઈમરાનની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઈ રહી છે. તલાક અને ખુલામાં વધારે અંતર નથી. અલગ થવાનો નિર્ણય જ્યારે મહિલા કરે છે ત્યારે તેને ખુલા કહે છે. નિર્ણય પતિ તરફથી લેવામાં આવે તો તેને તલાક કહેવામાં આવે છે. તલાક બાદ પણ મહિલા ત્રણ મહિના સુધી પતિના ઘરમાં રહે છે. સાનિયાના પિતાના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે સાનિયા તરફથી અલગ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સાનિયા મિર્જા અને શોએબ મલિક છેલ્લા અમુક મહિનાથી એકબીજા સાથે જોવા મળ્યા નથી. કારણે તેમના સંબંધોને લઈને ચર્ચા થતી રહેતી હતી. શોએબ અને સાનિયાને પાંચ વર્ષનો પુત્ર પણ છે. જે સાનિયા સાથે રહે છે. શોએબ અને સાનિયાના નિકાહ 12 એપ્રિલ 2010ના પારંપરિક સમારોહમાં હૈદરાબાદમાં થયા હતા. 2018મા પુત્રનો જન્મ થયો હતો.