• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
અૉસ્ટ્રેલિયન અૉલરાઉન્ડર ડેનિયલ ક્રિશ્ચિયનનું નિવૃત્તિનું એલાન  
|

સિડની, તા. 21: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ડેનિયલ ક્રિશ્ચિયને સંન્યાસનું એલાન કરી દીધું છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ  લીગ તેની કારકિર્દીની અંતિમ ટૂર્નામેન્ટ હશે. ડેનિયલ ક્રિશ્ચિયન બિગ બૈશમાં સિડની સિક્સર તરફથી રમી રહ્યો છે. ડેનિયલે ટ્વિટર ઉપર પોતાની નિવૃત્તિની ઘોષણા કરતા કહયું હતું કે, શુક્રવારની પોતાની ટ્રેનિંગ દરમિયાન જ સિડની સિક્સરના ખેલાડીઓને કહી દીધું હતું કે આ ટૂર્નામેન્ટ કારકિર્દીની અંતિમ રહેશે. બાદમાં તે સંન્યાસ લઈ રહ્યો છે. 39 વર્ષના ડેનિયલે ઓસ્ટ્રેલિયા માટે 20 વનડે અને 23 ટી20 રમ્યા છે. જેમાં વનડેમાં 273 રન અને 20 વિકેટ છે જ્યારે ટી20માં 118 રન અને 13 વિકેટ છે. ડેનિયલે આઇપીએલમાં બેંગલોર, પૂણે, દિલ્હી કેપિટલ્સ તરફથી પણ ભાગ લીધો છે. આઇપીએલના 49 મેચમાં તેનાં નામે 460 રન અને 38 વિકેટ છે.