• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

રોહિત બ્રિગેડને આફ્રિકામાં ઈતિહાસ રચવાની તક  

30 વર્ષમાં પહેલી ટેસ્ટ શ્રેણી જીતવા માટે ટીમ ઈન્ડિયા કરશે પ્રયાસ : 26 ડિસેમ્બરથી શરૂ થશે ખરાખરીનો જંગ

નવી દિલ્હી, તા. 23 : 1992મા ટીમ ઈન્ડિયાએ પહેલી વખત દક્ષિણ આફ્રિકાની ધરતી ઉપર ટેસ્ટ શ્રેણી રમી હતી. શ્રેણીમાં ચાર મેચ રમાયા હતા. જેમાંથી ત્રણ ડ્રો રહ્યા હતા અને એક ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને જીત મળી હતી. શ્રેણી 1-0થી આફ્રિકી ટીમના નામે રહી હતી. કુલ મળીને 1992થી અત્યારસુધીમાં આઠ વખત ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરી ચૂકી છે પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. તેવામાં વખતે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પાસે રેકોર્ડ સુધારવાની પૂરી તક છે.

ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસે ટેસ્ટ રેકોર્ડની વાત કરવામાં આવે તો પહેલી જીત 2006મા જોહનિસબર્ગમાં મળી હતી. 2010-11મા ટીમ ઈન્ડિયાએ પહેલી વખત આફ્રિકામાં જઈને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ટીમ ઈન્ડિયાનું સૌથી સારું પ્રદર્શન રહ્યું હતું. તેવામાં 30 વર્ષ બાદ હવે ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાનો મોકો છે. ટીમ ઈન્ડિયા આઠ વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી રમી ચૂકી છે પણ હજી સુધી કોઈ શ્રેણી નામે કરી શકી નથી. 

તેવામાં રેડ બોલ કેપ્ટન રોહિત