• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

આજે સૌરાષ્ટ્રમાં મોદીની વિકાસ ગર્જના  

દ્વારકા-બેટદ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું કૃષ્ણાર્પણ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસ દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના રૂા. 52250 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સવારે 7:45 વાગ્યે વડા પ્રધાન મોદી બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના અને દર્શન કરશે. પછી સવારે 8:25 વાગ્યે સુદર્શન સેતુની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ સવારે 9:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરનાં દર્શન કરશે. વડાપ્રધાન બપોરે લગભગ 1 વાગ્યે દ્વારકામાં રૂા. 4150 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે એઈમ્સ રાજકોટની મુલાકાત લેશે. મોદી સાંજે 4:30 વાગ્યે રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં રૂા. 48,100 કરોડથી વધારે મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

દ્વારકામાં એક જાહેર સમારંભમાં વડાપ્રધાન ઓખાની મુખ્ય ભૂમિને જોડતા સુદર્શન સેતુ અને આશરે રૂા. 980 કરોડનાં ખર્ચે નિર્મિત બેટ દ્વારકા ટાપુ દેશને અર્પણ કરશે. લગભગ 2.32 કિમીનો દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ છે. સુદર્શન સેતુમાં એક અનોખી ડિઝાઇન છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોથી શણગારેલી ફૂટપાથ અને બંને તરફ ભગવાન કૃષ્ણની છબીઓ છે.

રાજકોટમાં વડાપ્રધાન મોદી જાહેર સમારંભમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલવે, ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રવાસન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેતી રૂા. 48,100 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન પુન: પ્રાપ્ય ઊર્જાનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનાં એક પગલાં સ્વરૂપે 300 મેગાવોટની ક્ષમતા ધરાવતા ભુજ-2 સૌર ઊર્જા પ્રોજેક્ટ સહિત પુન: પ્રાપ્ય ઊર્જાનાં વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે, ગ્રિડ કનેક્ટેડ 600 મેગાવોટનો સોલાર પીવી પાવર પ્રોજેક્ટ, ખાવડા સોલાર પાવર પ્રોજેક્ટ, 200 મેગાવોટનો દયાપુર-2 વિન્ડ એનર્જી પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.