• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

કૉંગ્રેસ મધ્યપ્રદેશમાં યોજશે રામ યાત્રા  

ભોપાલ, તા. 24 : મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બીજી માર્ચે મુરૈનાનાં માર્ગેથી પ્રવેશ કરવાની છે. કૉંગ્રેસ આના માટેની તૈયારીઓમાં લાગી ગયો છે. દરમિયાન કૉંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ આગામી રણનીતિનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, ન્યાય યાત્રા બાદ કૉંગ્રેસ મધ્યપ્રદેશમાં રામ યાત્રા પણ યોજશે.

કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રામ યાત્રાનાં એલાન બાદ ભાજપનાં નેતા ગિરિરાજ સિંહે જવાબી નિશાન તાંકતા કહ્યું હતું કે, હજી ગઈકાલ સુધી જે લોકો રામ ભગવાનને કાલ્પનિક પાત્ર ગણાવતા હતાં હવે રામ યાત્રાની વાતો કરે છે.કૉંગ્રેસ ઉપર વ્યંગ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ કે તેમણે અનેકને જનોઈ પહેરાવી દીધી છે. કૉંગ્રેસ રામ યાત્રા કાઢી રહી છે અને અયોધ્યા દર્શને પણ જશે. મોદી હૈ તો મુમકિન હૈ. સનાતનની જીત છે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.