• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

કિસાનોનું સરકારને આખરીનામું  

બે દિવસમાં માગ પૂરી થાય તો દેખાવો : ભારતીય કિસાન પરિષદ

નવી દિલ્હી, તા. 10 : ગત ગુરુવારે દિલ્હી-નોઈડા સીમા પર વિરોધ પ્રદર્શન કરીને અનેક રસ્તાઓ પર લાંબો જામ સર્જી દેનારા કિસાનોએ હવે તેમની માગો માટે સરકારને આખરીનામું આપી દીધું હતું. ભારતીય કિસાન પરિષદના નેતા સુખબીર ખલીફાએ શનિવારે જણાવ્યું હતું કે, હવે બે દિવસમાં એટલે કે, 12મી ફેબ્રુઆરી સુધીમાં માગો નહીં સ્વીકારાય તો ફરી પ્રદર્શન કરાશે.

ગત ગુરુવારે નોઈડા પોલીસ કમિશનર લક્ષ્મીસિંહે કહ્યું હતું કે, 12મી ફેબ્રુઆરી સુધી માગો માટે સમિતિ રચાઈ જશે. આવાં પગલાં લેવામાં વિલંબ કરાશે તો ફરી કિસાનો દિલ્હી સુધી કૂચ કરવાના છે, તેવી ચેતવણી સુખબીરે આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બર, 2020ના ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીની સીમાઓ પર દેશના ઈતિહામાં સૌથી લાંબું કિસાન આંદોલન છેડાયું હતું. નોઈડા શહેર વસાવવા માટે જમીનનું અધિગ્રહણ થયું, જેમાં 81માંથી માત્ર 16 ગામના કિસાનોને વળતર મળ્યું હતું. બાકીના કિસાનોની વળતરની માંગ બુલંદ બની છે.