• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

પાકિસ્તાન સરહદ પર તાકાત બતાવશે વાયુદળ  

જેસલમેરમાં 17 ફેબ્રુઆરીના `વાયુશક્તિ' કવાયત : 121 વિમાન તહેનાત

જોધપુર, તા. 10 : ભારત-પાકિસ્તાન સીમાએ પોખરણ ફાયરિંગ રેન્જ પર વાયુદળ પોતાની તાકાત બતાવશે. દેશના અલગ-અલગ પાંચ એરબેઝ દ્વારા જેસલમેરમાં 17મી ફેબ્રુઆરીની `વાયુશક્તિ' કવાયતની તૈયારી ચાલે છે. એરબેઝ પર 121 વિમાન પહોંચી ચૂક્યાં છે. જોધપુર એરબેઝ પણ સુખોઈ 30 અને રાફેલને તૈનાત કરી દેવાયાં છે.

સાથોસાથ યુદ્ધવિમાન તેજસ, ધ્રુવ અને પ્રચંડ હેલિકોપ્ટર પણ તૈનાત કરાયાં છે. `વાયુશક્તિ' માટે યુદ્ધસ્તરની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. `વાયુશક્તિ' કવાયતથી પહેલાં 14 ફેબ્રુઆરીના વાયુદળ જવાનો પોખરણ રેન્જમાં ફુલ ડ્રેસ રિહર્સલ કરશે. ફલોદી વાયુદળ મથક પણ ચિનૂક તૈનાત કરાયાં છે.