• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

12 કેસમાં ઈમરાન ખાનને જામીન  

ઈસ્લામાબાદ, તા.10: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનાં પરિણામો આવે તે પહેલાં ઈમરાન ખાન માટે સારા સમાચાર આવ્યા છે. ગત વર્ષે સૈન્ય ઠેકાણે હુમલા મામલે તેમને 1 કેસમાં જામીન મળી ગયા છે. તેમની સાથે વિદેશપ્રધાન રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરૈશીને પણ રાહત મળી છે. ગત વર્ષે મે મહિનામાં હિંસાને લઈને ઈમરાન ખાન સહિત પીટીઆઇના અનેક અન્ય નેતાઓ સામે કેસ દાખલ કરાયા હતા. ખરેખર ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની ધરપકડ કરી લેવામાં આવી હતી.