• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

હવે પીએફનું વ્યાજ 8.25 ટકા   

લાખની ડિપૉઝિટ સામે 8250 રૂપિયા મળશે

નવી દિલ્હી, તા. 10 : સરકારે નાણાંકીય વર્ષ 2023-24 માટે કર્મચારી ભવિષ્યનિધિ (ઊઙિ) ખાતા પર 8.25 ટકા વ્યાજની મંજૂરી આપી છે. એટલે કે, જો તમારી પાસે 1 લાખ રૂપિયાની ડિપોઝિટ છે, તો તમને એક વર્ષમાં 8,250 રૂપિયાનું વ્યાજ મળશે. શ્રમ અને રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવે શનિવારે માહિતી આપી છે. ભૂપેન્દ્ર યાદવે લખ્યું, `ઇપીએફઓની આજે મળેલી 235મી બેઠકમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે 2023-24 માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ડિપોઝિટ પર 8.28 ટકા વ્યાજ દરની ભલામણ કરી છે.' 

કર્મચારી ભવિષ્યનિધિ સંસ્થા (ઇપીએફઓ) ગયાં વર્ષે માર્ચમાં તેને 8.15 ટકા નક્કી કર્યું હતું. દેશના 6 કરોડથી વધુ કર્મચારી પીએફના દાયરામાં આવે છે. ઇપીએફઓ એક્ટ હેઠળ, કર્મચારીના બેઝિક સેલરી વત્તા ડી..ના 12 ટકા પીએફ ખાતામાં જાય છે. 

1952માં વ્યાજદર માત્ર 3 ટકા હતો. જોકે, પછી તેમાં વધારો થતો રહ્યો. 1972માં પ્રથમ વખત તે 6 ટકાથી ઉપર પહોંચ્યું. 1984માં તે પ્રથમ વખત 10 ટકાથી ઉપર પહોંચ્યું હતું. પીએફ ધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો.  સમયગાળા દરમ્યાન પીએફ પર 12 ટકા વ્યાજ મળતું હતું. પછી વ્યાજદર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજદર ક્યારેય 10 ટકાની નજીક નહોતા.