અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મલાબાર હિલ ખાતે હેન્ગિંગ ગાર્ડન્સ નીચે સ્થિત બ્રિટિશકાલિન જળાશયના પુન:નિર્માણનો વિવાદ શાંત થાય તેવી સંભાવના છે. ટેક્નિકલ નિષ્ણાતોની આઠ સભ્યોની સમિતિ આવતા મહિને અહેવાલ મોકલશે. તેમાં જળાશયને સમારકામની જરૂર છે કે તેનું નવેસરથી નિર્માણ કરવામાં આવશે તે અંગે જણાવવામાં આવશે. પાલિકા પણ નાગરિકોનાં સૂચનો પ્રકાશિત કરવાની પ્રક્રિયા કરી રહી છે. તેથી નિષ્ણાતો આ તમામ સૂચનાઓ પ્રકાશિત થયા બાદ તેના આધારે 15 દિવસમાં ચકાસણી કરશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે.