• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

આર્થિક રીતે પછાત વર્ગ માટે સિડકોની નૈનામાં આવાસ યોજના  

નવી મુંબઈ, તા. 23 : તહેવારોની મોસમને ધ્યાનમાં લઈને સીટી ઍન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (સિડકો) આર્થિક રીતે પછાત વર્ગો (ઈડબ્લ્યુએસ) અને ઓછી આવક ધરાવતા લૉઈન્કમ ગ્રુપ (એલઆઈજી) માટે નવી મુંબઈ ઍરપોર્ટ ઈન્ફલુએન્સ નોટિફાઈડ એરિયા (નૈના) ખાતે નવી આવાસ સ્કીમ શરૂ કરી છે. સ્કીમ હેઠળ 171 આવાસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાંના 164 આવાસો એલઆઈજી માટે જ્યારે સાત આવાસો ઈડબ્લ્યુએસ માટે રખાશે. સિડકોના જણાવ્યા પ્રમાણે પ્રથમવાર એવું બની રહ્યું છે કે, નૈના પ્રાંતમાં એલઆઈજી અને ઈડબ્લ્યુએસ માટે પરવડી શકે તેવા આવાસો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

નૈના પ્રૉજેક્ટના ડેવલપમેન્ટ કંટ્રોલ ઍન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ (ડીસીપીઆર) હેઠળ 4000 ચોરસ મીટર અને તેનાથી વધુના પ્લોટસ માટે ઈડબ્લ્યુએસ અને એલઆઈજી માટે આવાસો બાંધવાની જોગવાઈ છે. આવાસો ઈન્કલુસીવ હાઉસિંગ સ્કીમ (આઈએચએસ) હેઠળ બાંધવામાં આવશે. પ્રમાણે પ્લોટના કુલ વિસ્તારના 20 ટકા વર્ગો માટે ખાનગી ડેવલપર્સ દ્વારા બાંધવામાં આવશે. પ્રૉજેકટથી અૉક્યુપેન્સી સર્ટિફિકેટ મેળવ્યા બાદ સાત ડેવલપર્સે આઈએચએસ હેઠળ આવાસોને લગતી માહિતી સિડકોને આપી છે.

સિડકો લોટરી દ્વારા આવા આવાસો માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરશે. લોટરીના ડ્રો બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી વિશે