• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

લાલબાગચા રાજાના વીઆઈપી દર્શન બંધ કરો : ડબ્બાવાલા  

મુંબઈ, તા. 23 : જગપ્રસિદ્ધ લાલબાગચા રાજાના દરબારમાં વીઆઈપી દર્શન બંધ કરવાની માગણી મુંબઈના ડબ્બાવાળાઓએ કરી છે. ભક્તો અમીર હોય કે ગરીબ હોય તેમાં ભેદભાવ કરવો આપણી સંસ્કૃતિ છે, પરંતુ લાલબાગચા રાજા ગણપતિ મંડળે નિયમને તિલાંજલિ આપી છે. બાપ્પાના દરબારમાં વીઆઈપી લોકોનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરવામાં આવે છે અને બાપ્પાના ચરણ સ્પર્શ કરવાનો મોકો આપવામાં આવે છે. તેનાથી વિપરિત સામાન્ય નાગરિકો કલાકો સુધી લાંબી લાઈનમાં પરેશાન થઈને માંડ દૂરથી દર્શન પ્રાપ્ત કરે છે તે બદલ મુંબઈ ડબ્બેવાલા ઍસોશિયેશનના અધ્યક્ષે તીવ્ર નારાજી વ્યક્ત કરી છે. તેથી ભક્તોમાં ભેદભાવ કરતાં વીઆઈપી દર્શન બંધ કરવાની માગણી કરવામાં આવી છે.

લાલબાગના દરબારમાં શ્રદ્ધાળુઓ સાથે મારપીટ

જગપ્રસિદ્ધ લાલબાગચા રાજાના દરબારમાં મુંબઈ સહિત દેશભરના લોકો દર્શન કરવા આવી રહ્યા હોવાથી ભક્તોની ભીડ જમા થઈ રહી છે. દર્શન માટે લાઈનમાં ઊભા રહેલા શ્રદ્ધાળુઓની લાલબાગના પદાધિકારીઓએ મારપીટ કરી હોવાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દર્શન માટે લાઈનમાં ઊભા રહેલા ભાવિકોને એક એક કરીને આગળ જવા દેવામાં આવે છે ત્યારે ભકતોને રોકવા એક