• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

મહારાષ્ટ્રના 194 તાલુકામાં દુકાળ જેવી પરિસ્થિતિ  

મુંબઈ, તા. 16 :  મહારાષ્ટ્રના 194 તાલુકામાં છેલ્લા ચાર અઠવાડિયાથી વરસાદ પડયો હોવાથી સરકારી ધોરણો મુજબ દુષ્કાળ જાહેર કરવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હવે પછી પણ વરસાદ નહીં પડે તો અૉક્ટોબરના અંતમાં દુકાળ જાહેર થવાની શક્યતા છે. દરમિયાન દુકાળની સંભવિત સમસ્યા ધ્યાનમાં લઈને પશુપાલન, પાણીપુરવઠો અને મહેસૂલ વિભાગે ઉપાયયોજનાની તૈયારી શરૂ કરી છે. 

મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર અને પશ્ચિમ વિદર્ભના તાલુકાઓમાં દુકાળની શક્યતા છે. રાજ્યના 355માંથી 193 તાલુકામાં 100 ટકા વરસાદ પડયો છે. 59 તાલુકામાં 75 ટકા, 60 તાલુકામાં 50 ટકા, 37 તાલુકામાં પચીસ ટકા અને ચાર તાલુકામાં પચીસ ટકા કરતાં ઓછો વરસાદ પડયો છે. 194 તાલુકામાં ત્રણથી ચાર અઠવાડિયાથી વરસાદ પડયો નથી. આથી તાલુકાઓએ દુકાળ જાહેર કરવા અંગેના ચાર તબક્કાઓમાંથી પહેલો તબક્કો પૂર્ણ ર્ક્યો છે. જોકે, હજીપણ વરસાદના દિવસો બાકી હોવાનું રાહત અને પુનર્વસન વિભાગે જણાવ્યું છે. ઓછા વરસાદને લીધે વર્ષે લીલા ચારામાં 44 ટકા અછત નિર્માણ થઈ શકે છે. ધ્યાનમાં લઈને પશુપાલન વિભાગે ચારાની તજવીજ કરવાનો પ્રયત્ન શરૂ ર્ક્યો છે. ઉપરાંત તાલુકાઓમાં પાકની સ્થિતિનું સર્વેક્ષણ વહેલી તકે હાથ ધરવામાં આવશે. 

દુકાળના સંભવિત સંકટને લીધે ખેડૂતોની આત્મહત્યા વધવાનો રાજ્ય