મુંબઈ, તા. 16 : અૉક્ટોબર 2022માં સૌપ્રથમ જેમનું ઉદ્ઘાટન થયું હતું તે બીએમસીના `આપલા દવાખાનાઓમાં' એક વર્ષમાં 20 લાખ મફ્ત કન્સલ્ટેશન્સ નોંધાયા હતા, એમ સુધરાઈ અધિકારીએ જણાવ્યું હતું.મૂળભૂત રીતે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે અથવા એબીટી ક્લિનિકસ તરીકે ઓળખાતા `આપલા દવાખાના' શહેરી ગરીબો માટેની આરોગ્ય સુવિધા સુધારવા દિલ્હીના મોહલ્લા ક્લિનિકોની તજે પર શરૂ કરવામાં આવ્યાં છે.
આપલા દવાખાના સામાન્ય રીતે બપોરના 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહે છે, જેથી લોકો કામકાજ બાદ ડૉક્ટર કે સ્પેશિયાલિસ્ટને મળી શકે. દર્દીઓને મફ્ત તબીબી સલાહ (કન્સલ્ટેશન) પૂરી પાડવામાં આવે છે. દર્દીઓને મફ્ત દવા તેમ જ 140 જેટલાં પરીક્ષણ (ટેસ્ટસ) પણ મફ્તમાં કરી દેવામાં આવે છે.
``અમારું વિશ્લેષણ બતાવે છે કે, એચબીટી ક્લિનિકોની અંદાજે 20 લાખ લોકોએ મુલાકાત લીધી હોવા છતાં અમારી હૉસ્પિટલોના આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટસ (ઓપીડી)માં દર્દીઓની સંખ્યામાં કોઈ ઘટાડો નોંધાયો નથી, એમ અતિરિકત મ્યુનિસિપલ કમિશનર ડૉ. સુધાકર શિંદેએ જણાવ્યું હતું. આનો અર્થ એ થયો કે, એચબીટી ક્લિનિકોની મુલાકાત લેનારાઓએ કાંતો અગાઉ ખાનગી ડૉક્ટરોની મુલાકાત લઈને પૈસા ખર્ચ્યા હશે અથવા તો કોઈ તબીબી મદદ માંગી નહીં હોય, એમ શિંદેએ વધુમાં જણાવ્યું હતું. તેમણે શેર કરો -