• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

યુરોપનું ટેક્સ્ટાઇલ સેક્ટર ભારત સાથે સહયોગ કરવા આતુર  

મેક વિથ ઇન્ડિયા પૉલિસી પર ફોકસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : યુરોપિયન યુનિયન (ઇયુ)ની ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ભારતીય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની સ્ટેન્થનો લાભ લેવા આતુર છે. ઇયુની ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી મેન ઇન ઇન્ડિયાને બદલે મેક વિથ ઇન્ડિયાની પૉલિસી અપનાવવા માગે છે.

યાર્ન બજારના કો-ફાઉન્ડર અને સીઈઓ પ્રતીક ઘડિયાએ જણાવ્યું હતું કે યુરોપિયન ઇન્ડસ્ટ્રી મેક ઇન ઇન્ડિયા પૉલિસી પ્રત્યે નકારાત્મક સેન્ટિમેન્ટ ધરાવે છે. એમનું માનવું છે કે ભારત એની આયાતો ઉદાર નથી બતાવી રહ્યો. ફ્રી ટેડ બાબતે ઇન્ડો-યુરોપિયન યુનિયનની મિટિંગમાં ટેક્સ્ટાઇલ બાબતે એક અલગ પેનલ હતી.

પ્રતીક ઘડિયાએ જણાવ્યું હતું કે ઇયુ ઇન્ડસ્ટ્રીના સહયોગને કારણે બન્ને પક્ષોને લાભ થશે. ઇયુ માત્ર બે દેશો વચ્ચેનો વેપાર વધારવા નથી માગતું પરંતુ બન્ને દેશોના સહયોગથી આંતરરાષ્ટ્રીય ટેક્સ્ટાઇલ માર્કેટમાં બિઝનેસ વધારવા માગે છે. ઇયુ ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે ભારત એમની પાસેથી વધુ મશીનરી ખરીદે. ભારત અને ઇયુ ટેક્નૉલૉજી ટ્રાન્સફર અથવા સહયોગ કરી શકે છે. ડિઝાઇન અને ઇનોવેશન બાબતે ઘણા સહયોગ થઈ શકે છે. ભારતે ઘણા બધા ઇનોવેશન અપનાવવા જેવા છે. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થઈ જાય એ પછી સહયોગ ભારત અને ઇયુને મદદરૂપ થશે. અત્યારે બાંગ્લાદેશને ડયૂટી રિબેટ અથવા પ્રેફરન્શિયલ ડયૂટી રેટનો લાભ મળે છે. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને કારણે ભારત બાંગ્લાદેશની સમકક્ષ થઈ જશે.