• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

મહાનંદ ડેરીને કેન્દ્રનું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ હસ્તગત કરશે  

મુંબઈ, તા. 24 : જિલ્લાઓ અને તાલુકાઓના સહકારી દૂધ ઉત્પાદકો માટેની રાજ્યની સર્વોચ્ચ સંસ્થા એટલે કે નુકસાન કરતી મહાનંદા ડેરીના બોર્ડે રાજીનામું આપતા ડેરીને હસ્તગત કરવા કેન્દ્રના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ માટે માર્ગ મોકળો થયો છે.

એનડીડીબીના સુધારાયેલા પ્રસ્તાવની પૂર્વ શરત બોર્ડના રાજીનામાની હતી. પ્રસ્તાવ સરકારના ડેરી વિકાસ વિભાગને આપવામાં આવ્યો હતો. વિપક્ષે પગલાંની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે રાજ્યે એક વધુ મહત્ત્વનો પ્રોજેક્ટ ગુજરાતને સોંપી દીધો છે, જ્યાં એનડીડીબી આવેલું છે.

શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પ્રોજેક્ટને ગુજરાત મોકલી દેવાનું શિંદે સરકારનું એક વધુ કાવતરું છે. એનસીપી (શરદ પવાર જૂથ)ના જિતેન્દ્ર આવ્હાડે `એક્સ' પર પોસ્ટ કર્યું હતું કે, `મહાનંદા ગુજરાતને વેચી દેવાઈ છે. મહાનંદાકી જય' રાજ્ય સરકાર ડેરીના પુનરુત્થાન માટે એનડીડીબીને રૂપિયા 253.6 કરોડની હળવી લોન આપશે. જોકે, તે માટે કેબિનેટની મંજૂરીની જરૂર પડશે. મહાનંદા ડેરીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજેશ પરાંજપેએ જણાવ્યું હતું કે, આરોપો સંપૂર્ણ રીતે રાજકીય છે. પ્રોજેક્ટ ગુજરાત જવાનો નથી. ડેરીને પુનર્જીવિત કરવા માટે એનડીડીબીને સોંપવામાં આવી છે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.