• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

બુલઢાણાની શેરીઓમાં દર્દીઓની સારવાર?  

હાઈ કોર્ટે સરકારનો જવાબ માગ્યો

મુંબઈ, તા. 24 : બુલઢાણા જિલ્લામાં ખોરાકી ઝેરની અસર પામેલા દર્દીઓની હૉસ્પિટલમાં પથારીઓના અભાવે હૉસ્પિટલની બહાર શેરીઓમાં સારવાર કરવી પડી હતી એવા અખબારી અહેવાલોની નોંધ લીધા બાદ બૉમ્બે હાઈ કોર્ટે જવાબ આપવા મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો. ``તમે વિષે શું કહેવા માગો છો?'' એવો સવાલ સરકારને મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરીફ ડૉક્ટરે કર્યો હતો.

ગયા વર્ષના સપ્ટેમ્બર - અૉક્ટોબર મહિનામાં નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની બે સરકારી હૉસ્પિટલોમાં થયેલાં મૃત્યુ પરની નિકાલ વગરની સુઓમોટો પીઆઈએલમાં બાબતને ઉઠાવી લીધી હતી.અમીક્સ ક્યુરી ઍડવોકેટ મોહિત ખન્નાએ ગુરુવારે એવા દર્દીઓના અખબારી અહેવાલો રજૂ કર્યા હતા જેમાં દર્દીઓ જમીન પર સૂતા છે અને તેમને વૃક્ષોમાં બાંધેલા દોરડા સાથેની બોટલ દ્વારા આઈવી સારવાર આપવામાં આવી રહી છે.

સરકારી પ્લીડર પ્રિયભુષણ કાકડેએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો એવું જણાવે છે કે, એક મંદિર ખાતેના સમારોહમાં પ્રસાદ કે અન્ય કશું ખાધા બાદ લોનાર તહેસીલના સામેવાળા ગામમાં 20 ફેબ્રુઆરીના 200થી વધુ લોકો માંદા પડી ગયા હતા. ત્રણ ગ્રામ્ય હૉસ્પિટલો વિષે માહિતી આપતાં કાકડેએ જણાવ્યું હતું કે, 150 દર્દીઓને બીબી ખાતેની 30 પથારીવાળી હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અચાનક આટલો ધસારો થતાં અમે તેમની હૉસ્પિટલની અંદર સારવાર કરી શકીએ તેમ હતા એટલે અમે હૉસ્પિટલની બહાર વ્યવસ્થા કરી હતી. તમામ દર્દીઓને બીજા દિવસે રજા આપી દેવામાં આવી હતી, એમ કાકડેએ જણાવ્યું હતું. કેસની વધુ સુનાવણી 13 માર્ચના કરાશે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.