• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

વિકાસ માટેના ટેન્ડરમાં કબ્રસ્તાન પ્લૉટ્સ વિશે સ્પષ્ટતા કરો : હાઈ કોર્ટ  

મુંબઈ, તા. 24 : બાન્દ્રા રેક્લેમેશન ખાતે અનામત રખાયેલા સ્મશાન અને નગરપાલિકાની ડિસ્પેન્સરી માટેના પ્લોટ વિકાસ માટેના ટેન્ડરમાં છે કે નહીં તે જણાવવા બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)ને આદેશ આપ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરીફ ડૉક્ટરની બનેલી બેન્ચે બાન્દ્રા અને ખાર (પશ્ચિમ)માં 1.7 લાખ સુન્ની મુસ્લિમો માટેના કબ્રસ્તાનની જમીન ફાળવવા ફરકાન કુરેશીએ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વેળા એમએસઆરડીસીની સ્પષ્ટતા માગી હતી.

14 ફેબ્રુઆરીના હાઈ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, સ્થળના વિકાસ માટે એમએસઆરડીસીએ ટેન્ડરો મગાવ્યા હતા. રાજ્યના શહેરી વિકાસ વિભાગે મુસ્લિમ કબ્રસ્તાન માટે જગ્યા નિર્ધારીત કરી હોવાની બાબતની નોંધ લેતા હાઈ કોર્ટે બીએમસીને જગ્યાનો કબજો આપવામાં શા માટે વિલંબ થયો તેનો ખુલાસો સરકાર પાસેથી માગ્યો હતો.

કુરેશીની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, એમએસઆરડીસીની ટેન્ડર નોટિસ મુજબ 57 એકરના કુલ વિસ્તારમાંથી 28 એકર વિસ્તારનો વિકાસ કરવાનો છે. 28 એકરમાંથી ચાર એકર આરક્ષિત છે અને તેનો વિકાસ ટૂંક સમયમાં કરાશે, એમ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું.

બીએમસી વતીથી ઍડવોકેટ જોએલ કાર્લોસે જણાવ્યું હતું કે, તમામ કોમોનાં સ્મશાનો માટે મહાપાલિકાએ 9000 ચોરસ મીટરના ત્રણ પ્લોટ અનામત રાખ્યા છે અને સુધરાઈની ડિસ્પેન્સરી માટે 2300 ચોરસ મીટરની જગ્યા અનામત રખાઈ છે. સરકારે તેનો જવાબ આપ્યો નહીં હોવાથી અમારે ખુલાસો માગવો પડયો છે, એમ બેન્ચે જણાવ્યું હતું.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.