• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

નિરાધારોને ક્યારે મળશે `આધાર' ?  

મુંબઈ, તા. 24 : મુંબઈમાં બેઘરોની સંખ્યા સતત વધી રહી છે. તેમને માટે પાલિકાના આશ્રયસ્થાનો છે ખરાં, પરંતુ ત્યાંની યંત્રણા અપૂરતી પડી રહી છે. એક તરફ પાલિકા સૌંદર્યીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ નિરાધારોની વસ્તી પ્રત્યે દુર્લક્ષ થઈ રહ્યું હોવાનો આરોપ સામાજિક સંસ્થાઓએ ર્ક્યો છે. કેટલાય નિરાધારો મુંબઈના સ્ટેશનોના પ્લૅટફૉર્મ પર, સ્ટેશનોની બહાર ફૂટપાથ પર, પુલોની નીચે રહેતા હોય છે. તેઓ રસ્તા પર દૈનિક ક્રિયા પતાવતા હોવાથી શહેરની તસવીર પણ ખરડાય છે. લૉકડાઉન પછી નિરાશ્રિતોના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સમયે બેરોજગાર થઈ જવાથી નિરાશ્રિતોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આથી આશ્રયસ્થાનોની વર્તમાન સ્થિતિ શું છે, નિરાધારોની સંખ્યા કેટલી છે, વિશે શ્વેતપત્ર બહાર પાડવાની માગણી વૉચડૉગ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી છે.

મુંબઈમાં લગભગ 125 આશ્રયસ્થાનોની જરૂર છે. 2010માં સુપ્રીમ કોર્ટે એક લાખની વસ્તી પાછળ એક આશ્રયસ્થાન બાંધવાનો આદેશ આપ્યો હતો. પાલિકાના ગયા વર્ષના સર્વેક્ષણ મુજબ 46,725 લોકો બેઘર છે. 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે 11 અને પૌઢો માટે 12 આશ્રયસ્થાન કાર્યરત છે.

મુંબઈમાં નિરાધારોને રહેવા માટે આશરો મળે માટે પાલિકા દ્વારા 24 વૉર્ડમાં શેલ્ટર હોમ શરૂ કરવામાં આવશે. ઉદ્યોગ જૂથ, કૉર્પોરેટ કંપનીઓ, બૅન્કો, સામાજિક સંસ્થાઓની સહાયથી શેલ્ટર હોમ ચલાવી શકાશે, એવું પાલિકાના નિયોજન વિભાગ દ્વારા જણાવાયું છે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.