• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

સનાતન સંસ્થાનું હિંદુત્વ કે આધારસ્તંભ પુરસ્કાર આપીને સન્માન ! 

વેદશાત્ર રિસર્ચ ઍન્ડ ફાઉન્ડેશન દ્વારા 

દેહરાદૂન, તા. 17 :  વેદશાત્ર રિસર્ચ ઍન્ડ ફાઉન્ડેશન વતી સંપૂર્ણ દેશમાંના સાંસ્કૃતિક, સામાજિક અને હિંદુત્વના ક્ષેત્રમાં સમર્પિત ભાવથી ઉલ્લેખનીય કાર્ય કરનારા  વ્યક્તિ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું. સમારંભમાં ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમ મહારાષ્ટ્રના  ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતાસિંહ કોશિયારીના હસ્તે સનાતન સંસ્થાને હિંદુત્વ કે આધારસ્તંભ (પિલર્સ અૉફ હિંદુત્વ) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. સમયે સનાતન સંસ્થા વતી ધર્મપ્રચારક અભય વર્તકે પુરસ્કાર સ્વીકાર્યો. દેહરાદૂન (ઉત્તરાખંડ)ના સાંસ્કૃતિક વિભાગના અૉડિટૉરિયમમાં સન્માન સમારંભ પાર પડ્યો. વેદશાત્ર રિસર્ચ ઍન્ડ ફાઉન્ડેશનનાં અધ્યક્ષા ડૉ. વૈદેહી તામ્હણે સંપૂર્ણ કાર્યક્રમનું સંયોજન કર્યું હતું. અભય વર્તકે પુરસ્કાર સ્વીકારતી વેળાએ ડૉ. વૈદેહી તામ્હણે કહ્યું કે, સનાતન સંસ્થા એકમાત્ર એવી સંસ્થા છે કે જે સંતોના માર્ગદર્શન અનુસાર અધ્યાત્મ પર ઊંડાણથી સંશોધન કરે છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ સનાતન સંસ્થાની સ્થાપના કરી. તેમણે અધ્યાત્મના વિવિધ વિષયો પર 364થી વધુ ગ્રંથો 13 ભાષાઓમાં પ્રકાશિત કર્યા છે. તમે સનાતનના આશ્રમમાં પધારીને અધ્યાત્મ પરના સંશોધનોનો અવશ્ય લાભ લેશો, એવું હું તમને સહુને આવાહન કરું છું. ડૉ. ભગતાસિંહ કોશિયારીએ વેદશાત્ર રિસર્ચ ઍન્ડ ફાઉન્ડેશન અને તેનાં અધ્યક્ષા ડૉ. વૈદેહી તામ્હણ વિશે કહ્યું કે, તેમનું કાર્ય પ્રશંસાપાત્ર છે. તેમની જેમ વેદોનું શિક્ષણ પ્રદાન કરનારી અનેક સંસ્થાઓની આજે આવશ્યકતા છે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.