• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ભારત ડાયમંડ બુર્સમાં દલાલભાઈઓ માટે સંસ્થાની જાહેરાત  

મુંબઈ, તા. 10 : ભારત ડાયમંડ બુર્સમાં પારસમણિની  25મી એનિવર્સરીની ઉજવણી પ્રસંગે વેપારીઓ અને દલાલો એકજૂટ થયા હતા. હીરાબજારના દલાલો તથા નાના વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે એક સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દલાલભાઈઓ એકત્ર થવા માટે ધર્માનંદનના પ્રકાશભાઈ ગોટી તથા નાઈન ડીએમના સંજયભાઈ શાહે મોબાઈલ ઍપ બનાવવાની રજૂઆત કરી હતી. દલાલભાઈઓની તકલીફો દૂર કરવા માટે બનતી મદદ કરીશું.

પારસમણિના 25મા જન્મદિવસે હીરા ઉદ્યોગના સાઈટ હોલ્ડર કંપનીના ધર્માનંદન ડાયમંડના ભાગીદાર પ્રકાશભાઈ ગોટીએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગના વિકાસમાં પારસમણિ પણ એક હિસ્સો છે. કપરી પરિસ્થિતિમાં દલાલભાઈઓનું મોટા વેપારીઓએ ધ્યાન રાખવું જોઈએ.

પારસમણિની 25મી વર્ષગાંઠ પ્રસંગે વિમોચનમાં 100થી પણ વધારે વેપારી તથા દલાલો ઉપસ્થિત રહ્યા હતા. જેવા કે ભારત ડાયમંડ બુર્સના કારોબારી સભ્ય પ્રકાશભાઈ હેક્કડ, મુંબઈ ડાયમંડ મરચન્ટ ઍસો.ના સેક્રેટરી સચીન શાહ, ખજાનચી રોહિતભાઈ જોગાણી, મુંબઈ ડાયમંડ કટર્સના પ્રમુખ હેમેન્દ્રભાઈ શાહ, સંદીપ શાહ, દિનેશભાઈ મહેતા, નાઈન જ્વેર્લ્સના પરીન શાહ, લિયો ડાયમંડના આદેશ શાહ, ડી. રમેશના શૈલેષભાઈ તથા મિતુલભાઈ, નિલેશ ઝવેરી, મુકેશ બાબુલાલ શાહ, આશિષ શાહ, નિખિલ શેઠ, હિરેનભાઈ પારીખ, બાબુભાઈ ચંદરવા, દિલીપભાઈ સવાણી, રમેશભાઈ મોરડિયા, જયેશભાઈ લબ્ધી, કલ્પેશ હેક્કડ, સંજયભાઈ કિકાણ તથા અનેક વેપારી અને દલાલો ઉપસ્થિત રહ્યા હતા.