• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

પાલિકાની શાળાઓમાં થશે 1342 નવા શિક્ષકોની ભરતી   

મુંબઈ, તા. 10 : મુંબઈ પાલિકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. મરાઠી, હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી એમ ચાર માધ્યમો માટે 1342 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે મામલે જાહેરાત આપી હોવાથી ખાલી પદો રાજ્ય સરકારના પવિત્ર પોર્ટલ દ્વારા ભરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આમ વિદ્યાર્થીઓને શિક્ષકો મળશે. 

મુંબઈ પાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છતાં છેલ્લા કેટલાંક વર્ષોથી શિક્ષકોના પદો માટે પ્રમાણમાં ખાલી થયા હતા. મુંબઈ પાલિકા મરાઠી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ, તમિલ, તેલુગુ, કન્નડ, ગુજરાતી એમ આઠ ભાષાના માધ્યમોની શાળા ચલાવે છે. નર્સરીથી દસમી સુધી 1129 શાળાઓમાં હાલ ત્રણ લાખથી વધુ બાળકો શિક્ષણ લે છે. 

કોરોના પછી પાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી છે તેમ સીબીએસઈની શાળા, અન્ય બોર્ડની શાળા, શૈક્ષણિક સામગ્રીના વિતરણને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.