કચ્છી લોહાણા
ઘાટકોપરના દિનેશભાઈ ઠક્કર (કાથરાણી) (ઉં. 66). તે યશુમતીના પતિ. સ્વ. લવજીભાઈ જાધવજી ઠક્કર અને સ્વ. રતનગૌરી લવજી ઠક્કરના પુત્ર. કિરીટ, મીનાક્ષી શૈલેષ ઉપાધ્યાયના ભાઈ. સ્વ. લક્ષ્મીકાંત કુંવરજી આસાના અને સ્વ. કુસુમબેન આસાનીના જમાઈ. અનિકેત ઠક્કરના પિતા 24મીને શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 26મીને સાંજે 4થી 6. ઠે.: સ્વામિનારાયણ મંદિર, 90 ફૂટ રોડ, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
મેઘવાળ
સ્વ. દલપતભાઈ મકવાણાના પત્ની લીલાબેન (ઉં. 53) અવસાન પામ્યા છે. તે ગં.સ્વ. નથુબેન અને પાલજી સોલંકીના દીકરી. દિવ્યા, સૌરભના માતા. સ્વ. રતનબેન અને સ્વ. દેવજીભાઈ મકવાણાના પુત્રવધૂ. જયાબેન, કોકિલાબેન, સ્વ. જ્યોતિબેનના બેન. બારમું 27મીએ સાંજે પ. ઠે. : સાંઈ મંદિર હોલ, રાવલ પાડા, દહીંસર (પૂ.).
કચ્છ કડવા પાટીદાર
ઘડુલીના ભવનભાઈ ધોળું (ઉં. 45). તે ગોમતીબેન તથા રતનશીભાઇ મેઘજીભાઈ ધોળુના પુત્ર. પૂનમબેનના પતિ. જનકકુમારના પિતા. પ્રવિણભાઈ, મુકેશભાઈ, હેમલતા અમૃતભાઈ પારસીયાના ભાઈ. ઉર્મિલાબેન અરજણભાઈ કરશનભાઈ સેંઘાણીના જમાઈ 22મીને બુધવારે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 26મીને રવિવારે 4થી 5. ઠે. : ઉમીયા ભુવન, પાટીદાર કો - ઓપ. સોસાયટી, પંડિત દીનદયાળ નગર, વસઈ રોડ (પ.).
કપોળ
રાજુલાવાળા સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. પ્રભુદાસ જગદીશ સંઘવીના પુત્ર મહેશભાઈ (ઉં. 71). તે રંજનબેનના પતિ. હિમાંશી ચિરાગ મહેતાના પિતા. સ્વ. દમુબેન, સ્વ. ચંપુબેન નવીનચંન્દ્ર ગોરડિયા, સ્વ. માલતીબેન હરકીશનદાસ ગોરડિયા, કીર્તિબેન રમેશકુમાર મહેતા, ઉમાબેન જિતેન્દ્રકુમાર દવે, સ્વ. અક્ષયભાઈ, સ્વ. પ્રદીપભાઈના ભાઈ. સ્વ. ઈશ્વરલાલ રણછોડદાસ પટેલના જમાઈ 24મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.
સોની કચ્છી પરજિયા પટ્ટણી
સોની રમેશભાઈ (ઉં. 82). તે સ્વ. તેજીબેન કલ્યાણજી ગોપાલજી જખીયાના પુત્ર. નીતાબેનના પતિ. સ્વ. રૂક્ષમણીબેન દામજી આનંદજી થલેશ્વરના જમાઈ. કલ્પના શશીભાઈ નાયર, નિશા હરેશભાઇ સાગર, સાધના રાજેશ સાગર, સપના રમેશ થલેશ્વર, નીલમ અમિતભાઇ સુરૂના પિતા. રોશન, કોદાર, રાણી, પાર્થ, હર્ષ, માધવ, દૃષ્ટિ, વિનાયક, નીલ, વિવાનના નાના 22મીએ રામશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
પંચાલ સુથાર
દાદા નગર હવેલીવાળા અમૃતલાલ જગજીવન પંચાલના પત્ની અ.સૌ. કંચનબેન (ઉં. 72) 24મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે દુર્ગેશ, નીરજ, યોગીનીના માતા. અનુરાધા, નેહલ, જયદીપકુમાર કાંતિલાલ પંચાલના સાસુ. સ્વ. જયસુખભાઇ, નરોત્તમદાસ, રમણલાલ, સ્વ. શાંતિબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. વાજિયાબેન તથા સ્વ. છભાભાઇ નારણભાઇ પંચાલના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 26મીએ 4થી 6. ઠે. : શિવમ પાર્ટી હોલ, ગોરાઈ 2, મંગલ મૂર્તિ હોસ્પિટલની બાજુમાં, ગોરાઈ બ્રિજ બસ સ્ટોપ બોરીવલી (પ.).
કંઠી ભાટીયા
કૃષ્ણકુમાર આશર (ઉં. 72) તે સ્વ. જયરામદાસ તથા પુષ્પાબેનના પુત્ર. સ્વ. રણછોડદાસ તથા દમયંતીબેનના જમાઈ. અશોક, પ્રકાશ, નિરૂબેનના ભાઈ. નયન, જીમીત, હેતલ, રવિના પિતા. શ્રદ્ધા, વૈષ્ણવી, ઉમંગના સસરા. 24મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મી ને સોમવારે સાંજે 4થી 6. ઠે.: સ્વામીનારાયણ મંદિર, 90 ફીટ રોડ, સરિતા પાર્ક, ઘાટકોપર (પૂ.).
કપોળ
ડુંગરવાળા સ્વ. હંસાબેન તથા સ્વ. દૌલતરાય મેહતાના પુત્ર મનોજનાં પત્ની. ભાવના (ઉં. 60) શુક્રવાર 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્મિત, પ્રિયાંશી માધવ મેહતા, સંજયનાં માતા. બકુલ, પૂર્ણિમા, મોક્ષદાબેન રાજુભાઈ પારેખ, ગં.સ્વ. યક્ષાબેન રાજેશભાઈ દેસાઈ, ગં.સ્વ. બીનાબેન હર્ષદભાઈ પારેખનાં ભાભી. પિયર પક્ષે સ્વ. સવિતાબેન તથા સ્વ. નવીનચંદ્ર અનંતરાય સંઘવીનાં દિકરી. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. વિજયાબેન કેસુરદાસ ગાંધીના પુત્ર ચંપકલાલ (ઉં 79). તે ભાનુમતિબેનના પતિ. બીના, નેહલ, અદિતી, રોહીત ગોલીના પિતા. સ્વ. મંજુલાબેન શાંતિલાલ પારેખ, જસુમતિબેન વસંતરાય ચીતલિયાના ભાઈ. વસંતરાય દુર્લભદાસ મહેતાના જમાઈ 23મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 26મીએ રવિવારે 5થી 7. ઠે.: એસ.એન.ડી.ટી. કૉલેજ, આર.જે.સી. બેંકવેટ હૉલ, આર.એ. કીડવાઈ માર્ગ, કિંગ્સ સર્કલ, મુંબઈ-19. લૌ. વ્ય. બંધ છે.
લુહાર-સુથાર
ધોકડવાના વિઠ્ઠલભાઈ કરસનભાઈ પરમારના દીકરા બાબુભાઈ (ઉં. 70) 24મીને શુક્રવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે નર્મદાબેનના પતિ. ભાવેશભાઈ, યોગેશભાઈ, અલ્પેશભાઈના પિતા. નાગજીભાઈ, પ્રાગજીભાઈ, જયાબેન દામજીભાઈ મકવાણા, સ્વ. નંદુબેન ઘનજીભાઈ કવા, સ્વ. લાભુબેન રતીલાલ મકવાણા, શારદાબેન શાંતીલાલ મકવાણા, પ્રભાબેન ગુણવંતરાય મકવાણાના ભાઈ. જીવનભાઈ સિદ્ધપુરાના જમાઈ. પ્રાર્થનાસભા 27મીને સોમવારે 4થી 6. ઠે.: બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર, જે. એન. રોડ, મુલુંડ (પ.).
હાલાઈ ભાટિયા
સુરેશ ઉદેશી (ઉં. 80). તે સ્વ. દેવીદાસ તથા દેવકાબેનના પુત્ર. સોનલના પતિ. સ્વ. રામદાસ, સ્વ. સુશીલા સુંદરદાસ આશર, ગં. સ્વ. તારાબેન લલીત ગાજરીયા, રમેશના ભાઈ. પન્ના, રીટા, અમીતના પિતા. હર્ષાના સસરા શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીને સોમવાર સાંજે 4.60થી 6. ઠે.: ભાટિયા ભાગીરથી મંદિર, દાદીશેઠ અગયારી લેન, નાની મુંબાદેવી. લૌ. વ્ય. બંધ છે.
હિન્દુ
ગં. સ્વ. શોભા (ચંદ્રા) શિવદાસ કોઠારી (ઉં. 81). તે સ્વ. લક્ષ્મીબેન મોરારજી કોઠારીનાં પુત્રવધૂ. સ્વ. વેલબાઈ પ્રાગજી ઠક્કરના પુત્રી. સ્વ. હેમીના, મનીષ, જીતેન્દ્રના માતા. અમિતા, મનીષાનાં સાસુ. સ્વ. કેસરબેન, સ્વ. સાકરબેન, સ્વ. કાશીબેન, સ્વ. સંતોકબેન, સ્વ. સરલાબેન સ્વ. કેશવજીભાઈ, શંકરલાલનાં ભાભી 23મીને ગુરૂવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 26મીને રવિવારે સાંજે 4થી 6. ઠે.: તથાસ્તુ હૉલ, કાલીદાસ સ્પોટસ કોમ્પલેક્ષ, પી. કે. રોડ, મુલુંડ (પ.).
વેરાવલ વીસા ઓસવાળ જૈન
વેરાવલના સ્વ. ચંદ્રમણિબેન જયંતીલાલ શાહના પુત્ર મહિપાલભાઈ (ઉં. 54) 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મનીષાબેન તથા જીગનીશાબેનના પતિ. સ્વ. નવીનભાઈ, સ્વ. મણિકાંતભાઈ, ગં.સ્વ. જીતુબેન ગીરીશભાઈ શાહ, ગં.સ્વ. દમુબેન જયેશભાઇ સંઘવીના ભાઈ. ચેતનાબેન જિતેન્દ્રકુમાર શાહ તથા નવીનચંદ્ર કાંતિલાલ કોઠારીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.
કવીઓ જૈન
નાગલપુરના નગીન છેડા (ઉં. 58) 24મીએ અવસાન પામ્યા છે. તે વેજબાઇ પાલણ વેલજીના પુત્ર. અમિતાના પતિ. જીનલના પિતા. લક્ષ્મીચંદ, રમેશ, રોહીત, જીતેશ, ચંચળબેન મોરારજી, મણીબેન શામજી, કુસુમ ચુનીલાલના ભાઈ. જવેરબેન વસંત લખમશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે. : નગીન પી. શાહ, 605, ફેનીલ એપાર્ટ., ધોબીઆળી, ચરઇ, થાણા (પ.). ચક્ષુદાન તથા ત્વચાદાન કર્યું છે.
શેરડીના દેવકાંબેન હરીયા (ઉં. 81) 24મીએ અરિહંત શરણ પામ્યા છે. તે જેઠાલાલના પત્ની. પરેશ, ભુપેદ્ર, વર્ષા, અરૂણાના માતા. હીરબાઇ તેજપાર ઠાકરશીના દીકરી. અમૃતબેન દામજી, હેમલતા વિશનજી, (રમીલા) રંજન રમેશ, કુસુમ ખુશાલ, કમળાબેન, નયના વસંતના બહેન. પ્રાર્થના રાખી નથી. ઠે. : પરેશ હરીયા, 101, સાઇ ઓરનેટ, સાઇ કોમ્પલેક્ષ, નવઘર રોડ, મુલુંડ (પૂ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
અગીયાળીના રમણીકલાલ ચત્રભુજ રૂઘનાથ શાહ (ઉં. 90) 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે તારામતીબેનના પતિ. પંકજ, વિજય, મીના જયેશકુમાર, જાગૃતિ જયેશકુમારના પિતા. સોનલબેનના સસરા. ભોગીલાલ, સુરજબેન કપૂરચંદ, કાંતાબેન ચીમનલાલ, શાંતાબેન જયંતીલાલ, વિમળાબેન બળવંતરાય, ગુણવંતીબેન ધીરજલાલ, પ્રભાબેન વ્રજલાલ, હંસાબેન હિંમતલાલ, કૈલાશબેન મહેશકુમારના ભાઈ. કાનજી આનંદજીભાઈના જમાઈ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ભાવનગરના સ્વ. ભાનુમતિ નિરંજન વોરાના પુત્ર. સંજય (ઉં. 54) 24મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે ફાલ્ગુનીબેનના પતિ. પ્રિયલના પિતા. મૌનિક, કમલેશ, રેખાબેન વિજયકુમાર શાહના ભાઈ. યશવંતરાય ચત્રભુજ શાહના જમાઈ. બન્ને પક્ષની સાદડી 26મી ને રવિવારે બપોરે 3થી 5. રાખેલ છે. ઠે.: પારસધામ, ત્રીજા માળે વલ્લભબાગ લેન, તીલક રોડ, અચીજા હોટલની બાજુમાં, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
જૈન
પાલનપુર (ભટામલ)ના સ્વ. સુરચંદભાઈ ઝુમચંદભાઈ શાહના પુત્ર. મહેન્દ્રભાઈ (ઉં. 72) શનિવાર 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે અનિલાબેનના પતિ. સ્વ. મનહરભાઈ-ઉષાબેન, શ્રીપાલભાઈ-વર્ષાબેન, રાજેન્દ્રભાઈ-અનિતાબેન, જયાબેન સુરેશભાઈ પેથાણી, મીનાબેન દિલીપકુમાર શાહના ભાઈ. ધર્મેશ-શ્વેતા, રાકેશ-પરિના પિતા. ડાહ્યાભાઈ લલુભાઈ શાહના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, 26મીએ સવારે 10થી 12. ઠે.: ભારતી વિદ્યા ભવન, ચોપાટી.
ઝા. દશા શ્રી સ્થા. જૈન
સુરેન્દ્રનગરના સ્વ. વિમળાબેન હિંમતલાલ શાહના પુત્ર હરેશભાઈ (ઉં. 68). તે શોભનાબેનના પતિ. નિશિત, રાજના પિતા. સ્વ. હર્ષદભાઈ, મુકેશભાઈ, સ્વ. યોગેશભાઈ, દર્શનાબેન- પરેશભાઈ ડેલીવાળાના ભાઈ. સ્વ. અમૃતલાલ ત્રિભુવનદાસ તુરખીયાના જમાઈ 23મીને ગુરુવારે અરિહંત શરણ પામ્યા છે. લૌ. વ્ય. તથા પ્રાર્થના સભા બંધ રાખી છે.
માંગરોળ જૈન
કાંદિવલીના દેવેન્દ્ર હિરાલાલ શાહ (ઉં. 78). તે મૃદુલાબેનના પતિ. સમીર-કલ્પેશના પિતા. ઉપાધ્યાય વિમલસેન વિ.મ.સા., સ્વ. ઇંદુભાઈ, સ્વ. કનકબેન, લીનાબેનના ભાઈ. જયાબેન દેવીદાસ ખાંડવાલાના જમાઈ. જુલીના સસરા 24મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
© 2022 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer