• બુધવાર, 22 માર્ચ, 2023
નડ્ડા, અમિત શાહ 2023માં મહારાષ્ટ્રના 18 લોકસભા મતદાર વિસ્તારોની મુલાકાત લેશે
|

મુંબઈ, તા. 31 : ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2023માં મહારાષ્ટ્રના 18 લોકસભા મતદાર વિસ્તારોની મુલાકાત લેશે.

હાલ અન્ય રાજકીય પક્ષો પાસે રહેલી લોકસભાની આ બેઠકો પર ભાજપની નજર છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે પક્ષને મજબૂત કરવાની ઝુંબેશ સોમવારથી ચંદ્રપુર અને ઔરંગાબાદની મુલાકાત સાથે શરૂ થશે.

ભાજપે સમગ્ર ભારતમાં લોકસભાની એવી 144 બેઠકોને ઓળખી કાઢી છે જે હાલ અન્ય પક્ષોના સાંસદો પાસે છે. જોકે, શિવસેના (યુબીટી), એનસીપી કે એઆઈએમઆઈએમ જેવા હરીફ પક્ષો પાસે બધી બેઠકો નથી, પરંતુ બાળાસાહેબચી શિવસેના (બીએસએસ)ના ડૉ. શ્રીકાંત શિંદે પાસે પણ બેઠક છે. જે લોકસભા મતદાર વિસ્તારો પર કેન્દ્રની નજર છે. તેમાં બારામતી, સતારા, ઔરંગાબાદ, ચંદ્રપુર, બુલદાણા, કલ્યાણ, પાલઘર, શિરૂર, રાયગઢ, દક્ષિણ મુંબઈ, દક્ષિણ-મધ્યમુંબઈ, ઉત્તર પશ્ચિમ, શિર્ડી, કોલ્હાપુર, હટકાંગલે, રત્નાગિરી, સિંધુદુર્ગ, મઢ અને ઓસ્માનાબાદનો સમાવેશ થાય છે. એઆઈએમઆઈએમના નેતા અને ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલિલે જણાવ્યું હતું કે, ભારતમાં કોઈપણ ક્યાં પણ પ્રવાસ કરી શકે છે. નડ્ડાને ઔરંગાબાદ આવવા દો, પણ તેઓ અહીં સફળ થશે નહીં. નડ્ડા સવારના ચંદ્રપુરની મુલાકાત લેશે અને સાંજે ઔરંગાબાદ જશે.

હેડલાઇન્સ