• બુધવાર, 22 માર્ચ, 2023
બૉમ્બે હાઇ કોર્ટે જોન્સન બેબી પાઉડરના નમૂનાની તપાસના આદેશ આપ્યા  
|

મુંબઈ, તા. 7 : બૉમ્બે હાઇ કોર્ટે જોન્સન બેબી ટેલકમ પાઉડરની ફરી તપાસના આદેશ આપ્યા છે. બૉમ્બે હાઇ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યા છે કે એક સપ્તાહની અંદર જોન્સન બેબી પાઉડરના નમૂનાની તપાસ કરવામાં આવે અને સેમ્પલ જો ફેઇલ થાય તો તાકિદે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેમ જ ખંડપીઠે બેબી પાઉડરના ઉત્પાદનથી જમા થયેલા સ્ટોકને વેચવાની કંપનીની માગને રદ કરી છે. 

શુક્રવારે સુનાવણી દરમિયાન બૉમ્બે હાઇ કોર્ટની ન્યાયાધીશ ગૌતમ પટેલ અને ન્યાયાધીશ એસ જી ડિગ્ગીની ખંડપીઠે જણાવ્યું હતું કે અમે તથ્યો નથી જાણતા તેથી હાલ તેનું મૂલ્યાંકન અસંભવ છે. અમે વર્ષ 2019ના અહેવાલના આધારે આદેશ આપ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલના દિશા-નિર્દેશોના આધારે સાવચેતીપૂર્વક નમૂનાઓનું પરિક્ષણ કરે તેમ જ પરિણામ પ્રતિકૂળ આવ્યા બાદ કંપની વિરુદ્ધ તત્કાળ પગલા ભરવામાં આવે. એક સપ્તાહની અંદર સેમ્પલની તપાસ કરવાનું જણાવી અદાલતે આગામી નવમી જાન્યુઆરી સુધી સુનાવણી મોકુફ રાખી હતી.  

હેડલાઇન્સ