• બુધવાર, 22 માર્ચ, 2023
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઊજવાયો `નોર્થ અમેરિકા દિન' 
|

અમેરિકા અને કૅનેડામાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા બીએપીએસનાં 114 મંદિરો

અમદાવાદ, તા. 7 : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આજે નોર્થ અમેરિકા દિનની ઉજવણી કરાઈ હતી. સાંજે પાંચ વાગ્યે નોર્થ અમેરિકાના બાળ-યુવા સંગીત વૃંદ દ્વારા સત્સંગ દીક્ષાના પાઠ અને કીર્તનગાન સાથે સભાનો શુભારંભ થયો હતો. બીએપીએસ વરિષ્ઠ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ નોર્થ અમેરિકા સત્સંગ વિષયક સંઘર્ષો અને પુરુષાર્થની કહાણી વીડિયો દ્વારા દર્શાવવામાં આવી હતી.  

1991 માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ન્યૂજર્સી ખાતે યોજાયેલ `કલ્ચરલ ફૅસ્ટિવલ અૉફ ઇન્ડિયા'માં સ્વયંસેવકોએ કરેલ પુરુષાર્થની ગાથા વીડિયોના માધ્યમથી દર્શાવવામાં આવી હતી. નોર્થ અમેરિકામાં નિર્માણ પામેલા અભૂતપૂર્વ બીએપીએસ મંદિરોની અભૂતપૂર્વ સૃષ્ટિ, મંદિરોના પ્રભાવ, બાળકો-યુવાનોના જીવનમાં મંદિરોના પ્રભાવ વિષયક વીડિયો ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી.  

રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં નિર્માણાધીન ઐતિહાસિક અક્ષરધામ મહામંદિરની નિર્માણ યાત્રાને દર્શાવતી વીડિયો ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી.   

આજના અવસરે અનેક મહાનુભાવોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.     

જેમાં રાજીવ ચંદ્રશેખર, કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફૉર્મેશન ટેકનૉલૉજી રાજ્ય પ્રધાન, પ્રહલાદ સિંહ પટેલ, કેન્દ્રના ફૂડ પ્રોસાસિંગ ઉદ્યોગ અને જલ શક્તિ રાજ્ય પ્રધાન, હર્ષવર્ધન શ્રિંગલા, જી-20 ચીફ કો-ઓર્ડિનેટર, કૅમેરોન મેકે, ભારતમાં કૅનેડાના હાઈ કમિશનર, માઈકલ ડી. ફોર્ડ, કૅનેડાના ઓન્ટારિયોના નાગરિકતા અને બહુ સાંસ્કૃતિકવાદ પ્રધાન, મનોજ સોની, અધ્યક્ષ - યુપીએસસી, દિનેશ કુમાર જૈન, માનનીય સભ્ય, લોકપાલ, ડૉ. વી.આઈ. લક્ષ્મણન, કૅનેડામાં શ્રીનગરી વિદ્યાભારતી ફાઉન્ડેશનના પ્રમુખ, કમલેશ મહેતા, ચૅરમૅન, ફોર્સિથ મીડિયા ગ્રુપ, એલએલસી, નીલ પટેલ, અધ્યક્ષ - એશિયન અમેરિકન હૉટલ ઓનર્સ ઍસોસિયેશન, ઇન્ક, મફતભાઈ પટેલ, સ્થાપક અને અધ્યક્ષ - પટેલ બ્રધર્સ, ઇન્ક, કેની દેસાઈ, પ્રમુખ - ફેડરેશન અૉફ ઇન્ડિયન ઍસોસિયેશન, સુરેશ લાલવાણી, જાણીતા વાયોલિનવાદક, સંપતકુમાર નાદાદુર, પ્રમુખ - માલિબુ હિંદુ મંદિર, સુનિલ નાયક, સીઈઓ - ઇનઝેન હૉસ્પિટાલિટી, મુકેશ પટેલ, યુએસએ, મહાવીર પ્રસાદ તાપરિયા, મૅનાજિંગ ડિરેક્ટર - સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ લિ.,  દીપક આનંદ, પ્રાંતીય સંસદ સભ્ય - કૅનેડા,  સુધીર વૈષ્ણવ, ગ્લોબોસેટ એન્ટરટેઈનમેન્ટ એલએલસીના સીઈઓ, સૌમિત્ર ગોખલે, વૈશ્વિક સંયોજક - હિન્દુ સ્વયંસેવક સંઘ, હેમંત પટેલ, ભૂતપૂર્વ અધ્યક્ષ - એશિયન અમેરિકન હૉટલ ઓનર્સ ઍસોસિયેશન સહિતના મહાનુભાવો હાજર હતા. સભાના અંતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપ્યા હતા.

હેડલાઇન્સ