• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
લેપ્રોસ્કોપીના જનક વિખ્યાત ડૉ. ઉદવાડિયાનું નિધન
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : ભારતમાં લેપ્રોસ્કોપીના જનક વિખ્યાત ડૉ. તેહેમટન ઉદવાડિયાનું અવસાન થયું છે. તેઓને ભારતમાં લેપ્રોસ્કોપીક શત્રક્રિયાના જનક માનવામાં આવે છે. તેઓ લગભગ છ દાયકા સુધી મુંબઈમાં જનરલ અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ સર્જન તરીકે કાર્યરત હતા. ભારતના લગભગ તમામ સર્જનો તેમની ક્ષમતા અને કામગીરીથી વાકેફ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં જણાવ્યું છે કે ડૉ. ઉદવાડિયા ઔષધિના ક્ષેત્રમાં અમીટ છાપ છોડી ગયા છે. તેમનું અવસાન આઘાતજનક છે. તેઓ તબીબી સારવારના ક્ષેત્રમાં પોતાના સમયથી પણ આગળ હતા. તેમના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે દિલસોજી પાઠવું છું.