વેટિકન સિટી, તા.31: દુનિયાભરમાં સૌથી મોટા કેથલિક ધર્મગુરુ રહેલા અને 600 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર પોપ પદેથી રાજીનામું આપનાર બેનેડિક્ટનું નિધન થયું છે તેઓ 95 વર્ષના હતા.
પૂર્વ પોપ બેનેડિક્ટ (16મા) એ શનિવારે સવારે 9:54 કલાકે છેલ્લા શ્વાસ લીધાનું વેટિકન ચર્ચ દ્વારા જાહેર કરાયું હતું. પાદરીની નિયુક્તિને લગતા વિવાદ બાદ તેમણે 2013માં પોપ પદેથી રાજીનામું આપ્યું હતું. છેલ્લાં 600 વર્ષમાં ક્યારેય આવી ઘટના બની ન હતી જ્યારે કોઈ પોપે રાજીનામું આપવું પડયું હોય.