• બુધવાર, 22 માર્ચ, 2023
ન્યાયતંત્ર પર સરકારનું કોઈ દબાણ નથી : સીજેઆઇ  
|

નવી દિલ્હી, તા. 18: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના કહેવા પ્રમાણે સરકાર તરથી ન્યાયપાલિકા ઉપર કોઈ દબાણ નથી. ચૂંટણી પંચનો ચુકાદો આ વાતનો પુરાવો છે કે ન્યાયતંત્ર ઉપર કોઈપણ પ્રકારનુ દબાણ નથી. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડે પેન્ડિંગ કેસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ન્યાયતંત્ર પાસે એક મોટો બેકલોગ છે. જે લોકોના વિશ્વાસને પણ દર્શાવે છે. આ સાથે જસ્ટિસ ચંદ્રચૂડે એમ પણ કહ્યું હતું કે, જિલ્લા ન્યાયપાલિકામાં પાયાનાં માળખાની કમી છે. જેમાં સુધારાની જરૂરિયાત છે.  સીજેઆઇએ કહ્યું હતું કે,  એક જજનાં રૂપમાં 23 વર્ષની કારકિર્દીમાં કોઈએ તેઓને નથી કહ્યું કે કેસનો નિર્ણય કેવી રીતે કરવામાં આવે. કાયદા પ્રધાન કિરેન રિજિજૂ સંબંધિત સવાલના જવાબમાં સીજેઆઇએ કહ્યું હતું કે, તેઓ કાનૂન પ્રધાન સાથે વિવાદમાં ઉતરવા નથી માગતા. 

હેડલાઇન્સ