• બુધવાર, 22 માર્ચ, 2023
કોરોના : 126 દિવસ બાદ નવા 800 કેસ  
|

નવી દિલ્હી, તા. 18: 126 દિવસ પછી, શનિવારે ભારતમાં કોરોના વાયરસના ચેપના 800 થી વધુ કેસ નોંધાયા છે. આજે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર દેશમાં કોવિડ-19ના 843 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,94,349 થઈ હતી.  છેલ્લા ચોવીસ કલાકમાં, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એક-એક મૃત્યુ નોંધાયા છે, જ્યારે કેરળમાં બે મૃત્યુ નોંધાયા છે. આ સાથે કુલ મૃતકોની સંખ્યા વધીને 5,30,799 થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 5,839 છે.

હેડલાઇન્સ