• બુધવાર, 22 માર્ચ, 2023
માતા વૈષ્ણોદેવીના ભાવિકોને વિશ્રામ ગૃહની ભેટ  
|

રૂા. 27 કરોડના દુર્ગા ભવનનું લોકાર્પણ 

કટરા, તા.18: માતા વૈષ્ણોદેવીના ભાવિકોને રર માર્ચથી શરૂ થતી ચૈત્ર નવરાત્રી પહેલા મોટી ભેટ સમાન વિશાળ વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મંદિરના દુર્ગાભવનમાં હવે એક સાથે 3000 ભાવિકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ મંદિરમાં દુર્ગાભવનનું લોકાર્પણ કર્યું હતું. 27 કરોડના ખર્ચે 19 મહિનામાં દુર્ગાભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભવનમાં 4 લિફટ છે અને ભાવિકોને રોકાણની સુવિધા નિ:શુલ્ક રહેશે.

હેડલાઇન્સ