• બુધવાર, 22 માર્ચ, 2023
21મીએ આર્ય સમાજના સ્થાપના દિનની ઉજવણીમાં ગૃહપ્રધાન અમિત શાહ પ્રમુખ અતિથિ  
|

નવી દિલ્હી, તા. 18 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 21મી માર્ચે તાલકાટોરા સ્ટેડિયમ ખાતે યોજાનારા આર્ય સમાજના ફાઉન્ડેશન ડેના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમમાં સમલૈંગિક લગ્ન અને નો ચાઇલ્ડ પોલિસીનો વિરોધ નોંધાવાશે. 

આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત સમાજના અગ્રણીઓ, યુવા પ્રતિનિધિઓ પણ હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર-પૂર્વ રાજ્યના કર્તવ્ય યજ્ઞ સંગઠનના બાળકો ભાગ લેશે. ત્રિપુરા, આસામ, નાગાલૅન્ડ, સિક્કિમના બાળકોના શિક્ષણની જવાબદારી આર્ય સમાજે ઉઠાવી છે. આ કાર્યક્રમ દરમિયાન મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી અને તેમણે સ્થાપેલી આર્ય સમાજ સંસ્થાની 150મા વર્ષની ઉજવણી કરાશે. 

હેડલાઇન્સ