• બુધવાર, 22 માર્ચ, 2023
વિધાનસભા અધ્યક્ષના હસ્તે વિષ્ણુ પંડયાના `ચૂંટણી : 2022'નું લોકાર્પણ  
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : રાજકીય સમીક્ષક અને સાહિત્યકાર વિષ્ણુ પંડ્યાના પુસ્તક `ગુજરાત વિધાનસભા ચૂંટણી: 2022'નું લોકાર્પણ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થશે. 20 માર્ચ, 2023 સોમવારે સાંજે પાંચ વાગે ગાંધીનગરમાં વિધાનસભા કૉન્ફરન્સ ખંડમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

આ પુસ્તકમાં 2022ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ તેમાં વિવિધ પક્ષોએ કરેલો પ્રચાર, તમામ બેઠકો પરની રાજકીય પરિસ્થિતિ, ભૂતકાળની ચૂંટણીઓ, ઉમેદવારો અને પ્રચાર, ચૂંટણીઢંઢેરા વગેરેની માહિતી સાથે રાજકીય વિશ્લેષણ કરાયું છે. મીડિયાએ ચૂંટણી અને કઈ બેઠકો પર કેવા અહેવાલો આપ્યા હતા તે પણ વિગતે દર્શાવાયું છે. અંતે તમામ બેઠકો પરના તમામ ઉમેદવારો અને તેમને પ્રાપ્ત મતોની માહિતી આપી છે. 

વિષ્ણુ પંડ્યા ગુજરાતનાં જાણીતા રાજકીય વિશ્લેષક છે. આ અગાઉ તેમણે ગુજરાતની ચૂંટણીઓ, તેના રાજકીય અંતરંગ પ્રવાહો, પરિબળો તેમ જ ગુજરાતનાં રાજકીય ઈતિહાસનું આલેખન કરતાં 15 પુસ્તકો લખ્યા છે. ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે મીડિયામાં તેઓ રાજકીય સમીક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં પાંચ વર્ષ સુધી યશસ્વી અધ્યક્ષ તરીકે રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડી.લિટની માનદ પદવી પણ એનાયત કરી છે. રાષ્ટ્રીય સ્તરે હિન્દી વિશ્વ ભારતીના માર્ગદર્શક તરીકે સેવા આપે છે. 

ઉપરોક્ત અહેવાલ આપના અખબાર, ટીવી પર સ્થાન આપવા વિનંતી છે. સંપર્ક ડૉ. દર્શન મશરૂ, મંત્રી ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્ર, ગાંધીનગર, સંપર્ક નંબર 9825021683

હેડલાઇન્સ